મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્યના ઘાટાનજીના કપસી-કોપારી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોલિયોના ડોઝ આપવાને બદલે હેન્ડ સેનિટાઇઝર પીવડાવી દેવામાં આવ્યું હતું.
આ ઘટનાની નોંધ લઈ જિલ્લા આરોગ્ય અધિકારીઓએ સોમવારે 1 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે પ્રાથમિક તપાસ બાદ ત્રણ નર્સોને સસ્પેન્ડ કરી હતી.
આ ઘટના 31 જાન્યુઆરી, રવિવારના રોજ બની છે. 1થી 5 વર્ષની વયના 2,000 થી વધુ બાળકો, સવારે શરૂ કરાયેલી રાષ્ટ્રીય રસીકરણ અભિયાનના ભાગ રૂપે, તેમના માતા-પિતા સાથે પોલિયો રસીકરણ કાર્યક્રમ માટે એકઠા થયા હતા.
અધિકારીઓએ જણાવ્યા અનુસાર, કેટલાક બાળકોને પોલિયો ડ્રોપ્સને બદલે સેનિટાઇઝર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ ઘણા બાળકોના શરીરમાં ખેંચ અને ઉલ્ટી થવા લાગી હતી. જેને પગલે માતા-પિતા અને ત્યાંના આરોગ્ય અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો.
તમામ બાળકોને સારવાર માટે વસંતરાવ નાઈક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
વસંતરાવ નાઈક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન ડો.મિલિંદ કાંબલેએ કહ્યું કે,”તમામ બાળકોની હાલત હવે સ્થિર છે અને સુધરી રહી છે. તેઓને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે. તેમની સ્થિતિના આધારે, અમે તેમને મંગળવારે આપીશું, 2 ફેબ્રુઆરીની સાંજે રજા ધ્યાનમાં લેશે.”
