ભાવેશ રાવલ,જૂનાગઢ: ગરવા ગિરનાર પર બિરાજમાન આધશક્તિ માં અંબાજી શક્તિપીઠ ખાતે આજરોજ દતજયંતિ મહોત્સવ પ્રસંગે દત યજ્ઞ તથા અંબાજી માંની મહાપૂજા કરવામાં આવી હતી.

અંબાજી મંદિર ખાતે મોટા પીરબાવા તનસુખગીરી બાપુ તથા નાના પીરબાવા ગણપતગીરી બાપુના સાનિધ્યમાં સંસદ સભ્ય રાજેન્દ્ર ચુડાસમા, મેયર ધીરૂભાઈ ગોહેલ, ગીરીશભાઈ કોટેચા, યોગીભાઈ પઢીયાર, જયોતિબેન વાછાણી તથા ઉડન ખટોલાના દિનેશ પુરોહિત સહિતના માઈ ભક્તો ઉપસ્થિત રહી દત યજ્ઞ તથા માં અંબાજીના પુજન અર્ચન કર્યા હતા.

મોટા પીર બાવા તનસુખગીરી બાપુએ આજના યજ્ઞ તથા મહાપુજાનુ ફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માં અંબાજીના આશીર્વાદ સાથે અર્પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં દિલ્હી જઈ મોટા પીરબાવા તનસુખગીરી બાપુ તથા નાના પીરબાવા ગણપતગીરી બાપુ ગિરનાર રોપ-વે શરૂ કરવાની યશ્સ્વી કામગીરી કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાપુજાનો પ્રસાદ તથા આશીર્વાદ રૂબરૂ મળી અંબાજી મંદિર ખાતે દર્શન કરવા પધારવાનું આમંત્રણ આપશે.

