રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પંચનાથ મહાદેવ ટ્રસ્ટનાં સયુંક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબીર યોજાઈ

પ્રશાંત પંડયા,રાજકોટ: રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પંચનાથ મહાદેવ ટ્રસ્ટનાં સયુંકત ઉપક્રમે મહા રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ૪૩૨ યુનિટ રકત એકત્ર કરીને માનવ જિંદગીઓ બચાવવાના પ્રયાસ ને સફળતા પ્રાપ્ત થઈ હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી, રમેશભાઇ ઓઝા, અંજલીબેન રૂપાણી, નિતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, અંશભાઇ ભારદ્વાજ અને રામભાઈ મોકરિયાની પ્રેરક ઉપસ્થીતી.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પંચનાથ મહાદેવ ટ્રસ્ટનાં સયુંક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબીર યોજાઈ

મુખ્યમંત્રી વિજય રુપાણીની ઉપસ્થીતીમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પંચનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા તા. ૨૧ જાન્યુઆરીના રોજ રાજયસભા સાંસદ અને વિદ્વાન ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઈ ભારદ્વાજ, તેમજ કાલાવાડ રોડ ઝોન ઉપપ્રમુખ સુદીપ મેહતાનાં પિતાસ્વ.અનંતરાય મેહતા ને શ્રદ્ધાંજલિ આપવા મહા રકતદાન શિબિરનું આયોજન પંચનાથ મંદિર ખાતે થયું હતું. આ મહા રક્તદાન શિબિરમાં ૪૩૨ યુનિટ એટલે કે ૧૨૯૬૦૦ સી.સી જેટલું રકત એકત્ર કરીને મહામુલી માનવ ઝિંદગીઓ બચાવવાના પ્રયાસને સફળતા પ્રાપ્ત થઈ હતી.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પંચનાથ મહાદેવ ટ્રસ્ટનાં સયુંક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબીર યોજાઈ

આ કાર્યક્રમમાં રકતદાતાઓ અને આયોજકોને પ્રોત્સાહન આપવા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી, જાણીતા ભાગવત કથાકાર શ્રી રમેશભાઇ ઓઝા, શ્રીમતી અંજલીબેન રૂપાણી, નિતીનભાઇ ભારદ્વાજ, શ્રી ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, અંશભાઇ ભારદ્વાજ અને રામભાઈ મોકરિયાની પ્રેરક ઉપસ્થીતી રહી હતી.

આ કેમ્પમાં કાલાવાડ રોડ ઝોન, ગાંધીગ્રામ ઝોન, જામનગર રોડ ઝોન તેમજ અન્ય તમામ ઝોનનાં સહયોગ થી કુલ ૪૩૨ બ્લડ યુનિટ ( ૧૨૯૬૦૦ સી.સી.) રકત એકત્ર કરાયું હતુ. આ અગાઉ પણ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા બે રકતદાન શિબિરોના અયોજન થયા હતા, જેમા તા.૨૩ ડિસેમ્બર નાં રોજ યોજાયેલ શિબિરમાં ૭૦૨ યુનિટ અને તા.૨૭ ડિસેમ્બરના રોજ યોજાયેલ શિબિરમાં ૬૭૬ યુનિટ રક્તદાન થયું હતું એટલે કે ત્રણેય શિબિરનું મળીને કુલ ૧૮૧૦ યુનિટ રક્ત એકત્ર કરી સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા મહામુલી માનવ ઝીંદગીઓ બચાવવા માટે અનુકરણીય આયોજનો થયા હતા.

આ શિબિરને સફળ બનાવવા માટે પંચનાથ ટ્રસ્ટના દેવાંગભાઈ માંકડ, નીરજભાઈ પાઠક, સંદીપભાઈ ડોડીયા, કમલેશભાઈ, વસંતભાઈ, તનસુખભાઈ ઓઝા, ડો. લક્ષ્મણ ભાઈ ચાવડા તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના રાજય મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, રાજકોટ જીલ્લાના પ્રમુખ ડી. વી. મહેતા, ઉપપ્રમુખઅવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરીમલભાઇ પરડવા, મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, અને એફ.આર.સી. કમીટીના સભ્ય અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં મંડળના સૌરાષ્ટ્ર ઝોન કો-ઓર્ડીનેટર મેહુલભાઇ પરડવા, જયદિપભાઇ ઝલુ, કાલાવાડ રોડ ઝોનના ઉપપ્રમુખ સુદિપભાઇ મહેતા, વિમલ છાયા, અમીષ દેસાઇ, નીરવ બદાણી, જીમીલ પરીખ, હર્ષવર્ધન વાઘેલા, મીત ભટ્ટ, પંકીલ મહેતા, બ્રિજેશ મહેતા, પ્રશાંત પુજારા, શ્રીકાંત તન્ના તથા રીનાબેન મહેતા. જામનગર રોડ ઉપપ્રમુખ નકાણી સર, વિનયભાઇ લોખીલ, અશોકભાઇ પેઢડીયા, કેતન પ્રજાપતી, વિરેન્દ્ર પટેલ, પ્રદિપસિંહ જાડેજા, વિશાલ પરમાર, વિરમ રાઠોડ અને વિરેન્દ્રસિંહ જાડેજા. ગાંધીગ્રામ ઝોન ઉપપ્રમુખ રાણાભાઇ ગોજીયા, જીતેષભાઇ મકવાણા, અતુલભાઇ ઠકરાર, રાજેશભાઇ લાઠીયા, હરદાસભાઇ કરમટા, તેજશભાઇ પટેલ, રમાબેન હેરમા, જીતેન્દ્ર ચાવડા, દુદાભાઇ ભાટીયા, પરાગભાઇ મહેતા, મીના મેડમ અને હર્ષા મેડમ. કોઠારિયા રોડ ઝોન ઉપપ્રમુખ હસુભાઇ માયાણી, રાજેશભાઇ મહેતા, બેડીપરા ઝોન ઉપપ્રમુખ રામભાઇ ગરૈયા, નરેન્દ્રભાઇ ભાડલીયા, મવડી રોડ ઝોન ઉપપ્રમુખ રાજકુમાર ઉપાધ્યાય તથા ચેતન ટાંક સહીત અન્ય તમામ ઝોનનાં હોદેદારો, કારોબારી મંડળના સભ્યો અને રાજકોટની તમામ શાળાના સંચાલકો, શિક્ષકો અને બિન શૈક્ષણીક કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap