મધ્યપ્રદેશ: 54 મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી, સાત યાત્રિકોનો થયો બચાવ

મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી હતી. સાત મુસાફરોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં મુસાફરોના મોતની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બચાવ કામગીરી ઝડપી બનાવવાના સૂચનો સાથે ટ્વીટ કરીને આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે સવારે સીધીથી સતના તરફ જતી ખાનગી બસ બેકાબૂ થઈ ગઈ હતી અને રામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરદા કેનાલમાં ખાબકી હતી. બસ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. બસમાં સવાર મુસાફરોની શોધખોળ ચાલુ છે.

આ બસ સીધીથી સતના તરફ જઇ રહી હતી. સાઈડ લેતી વખતે તે સીધી પુલ પરથી સીધી કેનાલમાં ખાબકી હતી. ઘટના બાદ નજીકના ગ્રામજનો અને અન્ય લોકો બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતાં. બનાવની જાણ થતાં જ બસમાં સવાર લોકોના સબંધીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

આ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કલેક્ટરને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, સિધીથી સતના જતા બસ નીચે પડી જવાથી અકસ્માતમાં અનેક જીવ ગુમાવ્યા હોવાના સમાચારથી મને ખૂબ દુ:ખ થયું હતું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન મળે અને ગુમ થયેલા લોકોને સુરક્ષિત હોઈ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap