ગુજરાતના ચાર વખત સીએમ રહી ચુક્યા છે માધવસિંહ સોલંકી, કેમ જાણીતા હતા ખામ થિયરી માટે જાણો

અમદાવાદ: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 94 વર્ષની વયે નિધન થયું છે. માધવસિંહ સોલંકીની તબીયત લથડતા આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતાં. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી અને એક દિવસનો રાજકીય શોકની જાહેરાત કરી છે.

ગુજરાતના ચાર વખત માધવસિંહ સોલંકીએ મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું અને કેન્દ્રીય વિદેશ મંત્રી રહી ચુક્યા હતા. તેઓ ખામ થિયરી માટે પણ જાણીતા હતા. જેના થકી તેઓ 1980માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતાં. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહના નામે છે. માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક જીતી હતી.

માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦મી જુલાઈ,૧૯૨૭ના રોજ મહેસાણા જિલ્લાના પિલુ‌ન્દ્રા ખાતે થયો હતો.તેઓએ તેમની રાજકીય કારકીર્દીની શરૂઆત ૧૯૪૭થી કરેલ હતી. તેઓ ૧૯૭૬માં પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતાં ત્યારબાદ સને ૧૯૮૧ થી ૧૯૮૫ અને ૧૯૮૯ થી ૧૯૯૦ના સમયગાળામાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપેલ. તેઓએ ચાર વખત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપેલ. તેઓએ સને ૧૯૯૧-૯૨ના સમયગાળા માટે ભારત સરકારમાં વિદેશમંત્રી તરીકે પણ સેવાઓ બજાવેલ હતી.

માધવસિંહ સોલંકીએ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગો માટે અનમાત પ્રથા રજુ કરેલ હતી. ગુજરાત રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજનાનો વિચાર સૌપ્રથમ તેઓએ રજુ કરેલ હતો.

માધવસિંહ સોલંકી સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં પણ કાર્યરત હતા. તેઓએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને પ્રાધાન્ય આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap