Categories: Gujarat

‘મેક ઈન ઈન્ડીયા’નું અનોખુ ઉદાહરણ પુરૂ પાડતા આ ત્રણ વિદ્યાર્થીઓ, અનલોકનો સદઉપયોગ

વિજયસિંહ સોલંકી, પંચમહાલ: જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામે રહેતા ત્રણ વિદ્યાર્થીઓએ પોતાની બૃધ્ધિકુશગ્રતાનો ઉપયોગ કરીને કોરોનાની મહામારી બાદ અનલોકના સમયનો સદઉપયોગ કરીને સ્વદેશી લોન કટર મશીન બનાવીને “મેક ઈન ઈન્ડીયા”નુ અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

ગોધરા તાલુકાના નવા નદિસર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા કે જેને “મસ્તી કી પાઠશાલા” તરીકે પણ ઓળખવામા આવે છે.આ શાળા પોતાની શૈક્ષણિક પ્રવૃતિને કારણે જાણીતી છે.જેની મૂલાકાત લેવા દેશવિદેશમાથી શિક્ષણવિદો પણ આવે છે. હાલમા કોરોનાને કારણે શાળાઓનુ શિક્ષણ બંધ છે.શિક્ષકો આવીને બાળકોને હોમલર્નિગ અને ઓનલાઈન શિક્ષણ આપે છે.

નવાનદીસર પ્રાથમિક શાળાનુ પ્રાંગણ પણ લીલીછમ વનરાજીથી ભરેલૂ છે.શાળાના પ્રાંગણમા લોન ઉગાડવામા આવેલી છે.જે સામાન્ય રીતે શાળા ચાલુ હોય તે સમયે વિદ્યાર્થીઓની અવરજવરને કારણે લોન વધારે વધતી નથી.હાલમા શાળાતંત્ર દ્વારા લોન કાપવા માટે લોનકટર મશીનની શોધખોળ કરવામા આવી.પણ તેની બજારમાં કિંમત વધારે હતી. વધુમા વર્ષમા બે -ત્રણ વખત ઉપયોગ કરવાથી શાળાને ખર્ચો પોસાય તેમ નહોતો.આ વાતની જાણ ગામમા રહેતા ત્રણ વિદ્યાર્થીઓને થતા તેમને આ લોન કાપવા માટે જુગાડ કરવાનૂ વિચાર્યૂ. આ ત્રણ વિદ્યાર્થીઓના નામ છે. રાજ જે નવાનદીસર શાળામા ભણે છે. દેવ અને અમરદિપ જેઓ હાલમા નવમા ધોરણમા હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે.તેઓ ગત વર્ષે નવાનદીસરની પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા હતા.આ ત્રણેય વિદ્યાર્થીઓએ તેમના અગાઉના વર્ષમા કરેલા શૈક્ષણિક પ્રોજેકટમાં વોશિંગ કાર બનાવી હતી. તેને તોડીને તેમા પાણીની મોટર,વાયરબોર્ડ વગેરેના ઉપયોગ કરીને સ્વદેશી લોનકટર મશીન બનાવ્યુ છે.

આ મશીનનો પ્રથમ પ્રયોગ નવાનદીસરની પ્રાથમિક શાળાના પ્રાંગણમા વધેલી લોન કાપવાના ઉપયોગમા કરવામા આવ્યો.આમ વિદ્યાર્થીઓએ અનલોકના સમયનો સદઉપયોગ કરીને “મેક ઈન ઈન્ડીયા”નૂં અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યૂ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે હાલ કોરોનાની મહામારી બાદ લોકડાઉન જાહેર કરવામા આવ્યુ,ત્યારબાદ શાળાઓને બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામા આવ્યો.જેમા શિક્ષકો ઘરે જઇને હોમ લર્નિગ,ઓનલાઇન લર્નિગ શિક્ષણ આપવામા આવી રહ્યુ છે.

આવા સમયમા શિક્ષણ સાથે ઇનોવેટીવ આઇડીયા થકી સ્વદેશી મશીન બનાવીને નવાનદીસર ગામના ત્રણ વિદ્યાર્થીઓ સાચા અર્થમા પ્રેરણારૂપ બન્યા છે.

Dustakk News Team

We are a team of almost 25 year of media experienced Journalists, Communicators, Original content creators.

Recent Posts

કપિલ શર્મા સાથે થઈ છેતરપિંડી, કાર ડિઝાઇનર અને તેની બહેનની કરાઈ ધરપકડ

મુંબઈ: તાજેતરમાં દેશના પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માએ કાર ડિઝાઇનર દિલીપ છાબડિયા વિરુદ્ધ વેનિટી વેનની સંડોવણી અંગે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.… Read More

January 28, 2021

સીએમ કેજરીવાલે કરી મહત્વની જાહેરાત, AAP આ 6 રાજ્યોમાં લડશે ચૂંટણી

આમ આદમી પાર્ટી (AAP)એ જાહેરાત કરી છે કે, તે 6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લડશે.આ રાજ્યો છે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ,… Read More

January 28, 2021

ગીર સોમનાથ: ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું, સન્માન સમારોહ ચૂંટણીસભામાં પલટયો

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: વેરાવળ ભાલકા તીર્થની ભૂમિ પરથી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકાયું. આહીર સમાજ દ્વારા આયોજીત સન્માન સમારોહ… Read More

January 28, 2021

નર્મદાના નીર સોમનાથ પહોંચ્યા, વિવિધ પવિત્ર નદીના જળ લાવી સોમનાથ મહાદેવને અભિષેક કરાયું

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: 1000 વર્ષ પહેલા કાવડીયા દ્વારા હરિદ્વારથી ગંગાજળ લાવી તેમજ વિવિધ પવિત્ર નદીનું જળ લાવી સોમનાથ મહાદેવનો… Read More

January 28, 2021

UKના નવા કોરોના સ્ટ્રેન સામે અસરકારક છે આ સ્વદેશી વેક્સિન, કંપનીએ કર્યો આવો દાવો

ભારત બાયોટેકે દાવો કર્યો છે કે કોવેક્સિન કોરોના નવા યુકે સ્ટ્રેન સામે પણ અસરકારક છે. ભારત બાયોટેકે કહ્યું છે કે… Read More

January 28, 2021

અર્ણવ ગોસ્વામી વિરુદ્ધ નોંધાઈ વધુ એક FIR, કોંગ્રેસ નેતાઓએ લગાવ્યો આવો આરોપ

કોંગ્રેસ નેતાઓએ રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્ણવ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ WhatsApp ચેટ લીક કેસમાં… Read More

January 28, 2021