મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન 28 ફેબ્રુઆરી સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે,મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન 31 જાન્યુઆરી સુધી લંબાવ્યું હતું. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ફરી એક વાર લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં હજી પણ કોરોનાનું જોખમ છે, જેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે સાવચેતી પગલા તરીકે આ નિર્ણય લીધો છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના 18,855 નવા કેસ નોંધાયા હતા, જે બાદ કુલ કેસોની સંખ્યા વધીને 1,07,20,048 થઈ ગઈ છે. આ દરમિયાન, દેશમાં કોવિડ -19થી 163 લોકોનાં મોત થયાં, ત્યારબાદ મૃત્યુઆંક વધીને 1,54,010 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે આ માહિતી આપી. છેલ્લા 22 દિવસથી, ભારતમાં કોરોના વાયરસના 20 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મૃત્યુની સંખ્યા પણ 300 કરતા ઓછી છે.
દેશમાં 78 ટકા કેસ સાત રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે, જેમાં કેરળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, કર્ણાટક, તામિલનાડુ અને ગુજરાતનો સમાવેશ થાય છે. ભારતમાં કોવિડ દ્વારા અત્યાર સુધીમાં 28 લાખ લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે.
