વિવિધ સંસ્થાઓના 10 વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને પત્ર લખીને ત્રણ નવા કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ કરી છે. અર્થશાસ્ત્રીઓએ દાવો કર્યો છે કે ત્રણેય કાયદા ‘મૂળભૂત રીતે નુકસાનકારક’ છે.
એક ન્યૂઝ રિપોર્ટ અનુંસાર, અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે,આ કાયદા નાના અને સીમાંત ખેડૂતોના હિતમાં નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, “અમને લાગે છે કે ભારત સરકારે તે ત્રણેય કાયદા પાછા લેવા જોઈએ જે દેશના નાના અને સીમાંત ખેડૂતોના હિતમાં નથી અને જેની સામે ખેડૂત સંગઠનોના મોટા જૂથે વિરોધ કરી રહ્યા છે.”
પત્ર લખનારા અર્થશાસ્ત્રીઓમાંના ડી નરસિમ્હા રેડ્ડી,કમલ નયન કાબરા,કે એન હરિલાલ, રંજીત સિંહ ઘૂમન,સુરિંદર કુમાર, અરૂણ કુમાર,રજિન્દર ચૌધરી, આર રામકુમાર,વિકાસ રાવલ અને હિમાંશુ સામેલ છે.
કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગની પાછળ અર્થશાસ્ત્રીઓએ આ પાંચ ચિંતાઓ વ્યક્ત કરી છે
•એગ્રીકલ્ચર માર્કેટને નિયંત્રિત કરવા રાજ્ય સરકારની ભૂમિકા ઓછી કરવામાં આવી છે, કારણ કે સ્થાનિક સરકારની વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારોની મશીનરી ખેડૂતો અને જવાબદારીમાં વધુ સુલભ છે.
•કાયદાથી ટ્રેડમાં બ બજારો બની જશે,એક રેગ્યુલેટેડ APMC અને બીજી અનરેગ્યુલેટેડ અને બન્ને અલગ નિયમ અને કિંમત હશે. પ્રાઈસ અને નોન-પ્રાઈસ મુદ્દાને લઈને ખેડૂતોની પરેશાની વધી જશે.મીલીભગત અને બજારે પ્રભાવિત કરવા કરવાનો ખતરો રેગ્યુલેટેડ APMC બજાર અને અનરેગ્યુલેટેડ બજાર બન્ને વધી જશે અને અનરેગ્યુલેટેડ વાળી બજારમાં સમાધાનની કોઈ પણ પ્રક્રિયા નથી.
•બિહારના એક કેસ સ્ટડીનો હવાલો આપતા અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, 2006 માં APMC કાયદો હટાવ્યા બાદ ભાવતાલ અને ખેડૂતો માટેના વિકલ્પોમાં ઘટાડો થયો છે અને તેના કારણે પાક અન્ય રાજ્યોની તુલનામાં ઓછા ભાવે વેચાઇ રહ્યો છે.
•કોન્ટ્રેક્ટ ફાર્મિંગમાં અસમાન ખેલાડીઓની હાજરી ખેડૂતોના હિતોનું બચાવ કરશે નહીં.
•અર્થશાસ્ત્રીઓએ મોટા કૃષિ-વેપારમાં પ્રભુત્વ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે,નાના ખેડૂતો બજારમાંથી બહાર થઈ જશે.
અર્થશાસ્ત્રીઓની સૂચન
અર્થશાસ્ત્રીઓએ સૂચવ્યું કે ખેડૂતોને વધુ સારી સિસ્ટમની જરૂર છે જેમાં તેમની પાસે ભાવતાલની માટે વધુ અવકાશ છે. કાયદાને પાછો ખેંચવાની સરકારને અપીલ કરતા અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે ‘ખરા અર્થમાં લોકશાહી કામ કરો’ અને ખેડૂત સંગઠનોની ચિંતા સાંભળો.
