આપણે જરૂર કોરોનાને હરાવી શકીએ છીએ. માણસના શરીરમાં પહેલાથી જ અવરોધને લડવાની શક્તિ કુદરતે આપેલી છે. અનેક મુશ્કેલીઓ સામે લડીએ છીએ અને જીત મેળવીએ પણ છીએ.
ત્યારે હું તમને જણાવું કે કેવી રીતે આપણે કોરોનાને હરાવી શકીએ છીએ. આપણે બધા કોરોના અંગે જાણીએ છીએ. જેમાં એક વાઇરસ, બીજું કેવી રીતે ફેલાય છે અને ત્રીજું તેની સામે કેવી રીતે બચી શકીએ છીએ. ચોથું ક્યારે આપણે દાખલ થવું. પાંચમું ક્યાં દાખલ થવું. છઠ્ઠું ક્યારે આપણે સાજા થઇ જઇએ.
દિવાળી પછી સમગ્રે દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે જેને કોરોનાની બીજી કે ત્રીજી વેવ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગભરાયેલા લોકો કોરોના ટેસ્ટિંગના સેન્ટર ખાલે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. હોસ્પિટલમાં બેડની સંખ્યા વધી રહી છે. પરિવારના પરિવાર સંક્રમિત થઇ રહ્યાં છે. અનેક સોસાયટી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોમમાં આવી રહ્યાં છે. અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. તો અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે માસ્ક ન પહેરવા પર મોટા મોટા દંડ ફટકારવામાં આવી રહ્યાં છે.
તમને શું લાગે છે આપણે કોરોનાના કહેરને રોકી શકીશું ? હું કહું નહીં ! તો સરકાર કેમ આવું બધુ કરી રહી છે ? હું સમજાવું કે કેમ નહીં રોકી શકાય. તેઓએ પબ્લિકને સમજાવવાનો પ્રયાસ કરવો પડશે કે કોરોના સામેની લડાઇમાં જનતાએ કેટલું જાગૃત થવું પડશે. સરકાર મીડિયા મારફતે લોકોમાં જાગૃતતા ફેલાવવાના પ્રયાસો કરવા જોઇએ.
હું કહું છું કે આ કોઇ વેવ નથી પરંતુ આપણે જાતે જ નોતરેલી આફત છે. આપણે આપણા હથિરાયો નીચે મુકી દીધા છે. સરકારે પણ પોતાનું લક્ષ્ય બદલી નાખ્યું છે અને ઇકોનોમી પર ધ્યાન કેન્દ્રીત કરી દીધું છે. મીડિયાએ પણ કોરોનાને મહત્વ આપવાનું ઓછું કરી દીધું છે. તહેવારો આવતા ગયા અને જનતા બધુ ભૂલી રસ્તા પર ઉમટી પડી. ખરીદી કરવા ભીડ જામે અને બહાર ભોજન કરવા જવાનું ચલણ વધી ગયું. આ બધાને લીધે વાયરસને જોતું જડી ગયું અને આપણા શરીર પર ફરી હુમલો કર્યો. આ સમયે લોકોએ પોતાના ભૂતકાળને યાદ કરવો જોઇએ. બે મહિના પહેલા કેવી રીતે આપણે કોરોનાને હરાવ્યો હતો. ફરીએકવાર આપણે એવું જ કરવાનું છે.
ખુબ જ ગંભીરતાથી સરકારની ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઇએ. વાયરસની કેપેબીલીટીને સમજવી જોઇએ. સુરક્ષિત વેક્સીનની રાહ જોવી. સરકારને અનેક સમસ્યાઓ સાથે લડવાનું છે. પહેલા વાયરસ, પછી જનતા સુધી સનસાધનો પહોંચાડવા સાથે જ ઇકોનોમી પર પણ ધ્યાન આપવું. આવા સમયે સરકારને બને એટલી મદદ કરવાની જરૂર છે, નહીં કે તેનું કામ વધારવું.
ઇતિહાસ એ વાતનો પુરાવો છે કે ક્યારેય પણ કોઇ વાયરસ માનવ સામે જીતી શક્યો નથી. કારણ કે આપણી ઇમ્યુનિટી જ પહેલાથી એટલી મજબૂત બનાવવામાં આવી છે કે કોઇપણ વાયરસ માણસ પર હાવી થયો નથી. એટલું જ નહીં કોમ્પ્યુટર બનાવનાર માણસનું મગજ જ એટલું પાવરફૂલ છે કે ટૂંક સમયમાં જ કોરોના જેવી મહામારીની દવા શોધી લેશે.
લેખક : ડૉ. યોગેશ ગુપ્તા
MD PHYSICIAN
ફોન : 99250-06256
ઈમેલ : [email protected]
