પાવાગઢ -હાલોલ રોડ નજીક અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત

પંચમહાલ: જીલ્લાના પાવાગઢ નજીક આવેલી ખૂદપીર દરગાહ પાસે હાઇવે માર્ગ ઉપરથી પસાર થતા દીપડાને કોઇ અજાણ્યા વાહનચાલકે ટકકર મારતા દિપડો ઇજાગ્રસ્ત થયો હતો.બનાવની જાણ થતા વનવિભાગ ઘટના સ્થળે પહોચ્યુ હતુ.પણ સારવાર માટે લઈ જતા રસ્તામાં દીપડાનૂ મોત થયુ હતું.

પ્રાપ્ત વિગતો અનુંસાર, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનો વનવિસ્તાર પાવાગઢ જંગલ તેમજ શિવરાજપુર ,જાંબુઘોડા,ઘોઘંબા સુધી પથરાયેલ છે, વધુમાં અહી જાંબૂઘોડા વન્યપ્રાણી અભયારણ્ય પણ આવેલ છે. આ વિસ્તારના હાઇવે માર્ગની આસપાસ ઘણીવાર દીપડા સહિતના જંગલી પશુઓ ખોરાકની શોધમા ફરતા રહે છે. અહીંના રહેણાક વિસ્તારમા દીપડાઓ આવી જવાની પણ બનાવો બનતા રહે છે.

હાલોલ નજીક આવેલા ખૂદપીર દરગાહ પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર ગતસાંજના સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટે રોડ પસાર કરતો દીપડો ઇજાગ્રસ્ત થયો હતો.ઘટના જાણ સ્થાનિક લોકોએ વનવિભાગને કરી હતી.વનવિભાગની ટીમ બનાવ સ્થળે આવીને ઈજાગ્રસ્ત દીપડાને જાંબુઘોડા ખાતે સારવાર અર્થે ખસેડાઈ રહ્યો હતો.રસ્તામાં જ દિપડાએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap