કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉનાના નાલીયા માંડવી ગામ પાસે આવેલ ફાર્મહાઉસમાં રાત્રીના બતકા પર દીપડોએ હુમલો કરતા અફડા તફડી મચી ગયેલ હતી. મોડી રાત્રીના સમયે દીપડો ફાર્મહાઉસમાં આવી ચડ્યો હતો અને અચાનક દીપડાએ દોટ મુકી બતકાને નિશાન બનાવી હુમલો કરતા બતકાઓમાં નાશભાગ મચી હતી. જો કે બતકાને બચાવવા ફાર્મહાઉસમાં રાખેલ શ્વાસએ બતકાનો બચાવ કરેલ હોવાની સમગ્ર ધટના વહેલી સવારે 4.33 મીનીટે સીસી ટીવી કેમેરામાં કેદ થયેલ હતી.
