વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ટુંકાવાશે નહિ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

વિધાનસભાના કામકાજના બાકીના દિવસોમાં નાણાંકીય બિલો અને અન્ય કાયદાકીય બિલો પસાર કરાશે
……
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાનું હાલ ચાલી રહેલું અંદાજપત્ર સત્ર ટુંકાવવાની કોઇ જ વાત નથી
તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, ગૃહના કામકાજના હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે અને ગૃહ નિર્ધારીત સમય મુજબ તા. ૧ એપ્રિલે જ પૂર્ણ થશે
મુખ્યમંત્રીએ એમ પણ ઉમેર્યુ કે, વિધાનસભાના કામકાજમાં હવે આવતીકાલથી હોળી-ધૂળેટીના તહેવારની ત્રણ દિવસની રજા છે. ત્યાર પછી જ્યારે ગૃહ મળશે ત્યારે બજેટ સત્રના નાણાંકીય બિલો સહિત અન્ય કાયદાકીય બિલ્સ જે બાકી છે તે પણ ગૃહમાં રજૂ થશે
.
વિધાનસભા સત્ર તા.૧ એપ્રિલ-ર૦ર૧ સુધી ચાલશે જ અને સત્ર ટુંકાવવામાં આવવાનું નથી તેમ તેમણે દોહરાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap