સુખ, સંતોષ, આનંદ અને પ્રગતિમય જીવન જીવવાં માટે શરીરની તંદુરસ્તી ખુબજ જરૂરીછે.આથીજ શરીર નિરોગી હોય એ ખુબજ જરૂરી છે તેની સાથે આપણું શરીર જીવન ઉપયોગી દરેક પ્રવૃત્તિ માટે ક્ષમતા ધરાવતું હોય એ પણ ખુબ જરૂરી છે જેવી કે રમત ગમત, ધંધો રોજગાર વગેરે.
આપણે આપણાં શરીરને ફિટ અને સુંદર દેખાયએ માટે રોજ જીમ જઈએ છીએ, રનિંગ, સાયકલિંગ કે સ્વિમિંગ જેવી એક્સરસાઈઝ કરતાં હોઈએ છીએ. પણ સમજો કે તમારે આ બધું નથી કરવું અને ટાઈમ અને પૈસા બચાવા છે અને શરીર ફિટ રહે તે માટે કોઈ એક્સરસાઈઝ કરવી છે. તો શું કરી શકાયએ તમારાં મગજમાં આવશે. તો હું તમને એક ફિટનેસ એક્સપર્ટ તરીકે સલાહ આપીશ કે, તમારાં ઘરમાં સ્ટેઇર્સ( સીડી)તો હશે જ બસ તો સીડીએ તમારું જીમ છે, તો બસ ૩૦ મિનિટ સુધી સીડી ચડ ઉતર કરવાનું શરૂ કરી દો. આ એક મજબૂત અને અસરદાર એક્સરસાઇઝ છે.
•સીડી ચડ ઉતર કરવું એ શરીર માટે ઘણું ફાયદા કારક છે, જેના થી શરીર માં સ્ટેમિના વધારવાની સાથે ચરબી બાળવામાં પણ ખુબ ઉપયોગી છે.
•આ એક્સરસાઈઝ થી કોઈ પણ કાર્ય કરવાં માટે શરીર ને સંતુલિત બનાવી શકાય છે.
•આ હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઈઝ છે તેથી ચરબી બાળી ને વજન ઉતારવાં માં પણ ફાયદા કારક છે.
•શરીર ની હાડકાં ની મજબૂતી અને સાંધા ની મજબૂતી પણ વધે છે.
•આ એક્સરસાઈઝ થી અપર બોડી ની મુવમેન્ટ થી ચેસ્ટ, બેક,બાઈસેપ્સ અને ટ્રાઈસેપ્સ ને મજબૂત કરી શકાય છે.
•લેગ્સ ના મસલ્સ જેવાં કે કોડ્રી સેપ્સ, હેમસ્ટ્રીંગ, કાફ અને ગ્લૂટ ની તાકાત વધારી શકાય છે.
•હૃદય ની કાર્ય ક્ષમતા માં વધારો કરી શકાયછે.એક્સરસાઇઝ દરમ્યાન શરીર ને આવશ્યક લોહી અને ઓક્સિજન ની જરૂરિયાત પુરી પાડવા માં હૃદય , ફેફસાં અને નસો ની કાર્ય ક્ષમતા માં વધારો થાય છે.
•ઘૂંટણ ના લિગામેન્ટ માં મજબૂતી આવે છે. અને ઘસારા માંથી પણ રાહત મળે છે.
•ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ અને શરીર ના હોર્મોન પણ નોર્મલ રહે છે.
•પેટ ના સ્નાયુ મજબૂત બનવી ને ચરબી પણ બાળી શકાય છે. આટલાં બધાં ફાયદા માત્ર સીડી ચડ ઉતર કરવાથી થાય છે તો મિત્રો આળસ દૂર કરી ફિટનેસ વધારવાં લાગી જાઓ…
આપણાં માનનીય પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબ નો ફિટનેસ મંત્ર: “શરીર ફિટ હશે, તો મગજ પણ ફિટ રહેશે.”
મેઘલ ચક્રવર્તી
(ફિટનેસ એક્સપર્ટ, અમદાવાદ)
