ઓડિશાના રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ (આરએસપી)મા કામ કરતા ચાર જેટલા મજૂરોના મોત નીપજ્યા છે અને કેટલાક અન્ય લોકો બુધવારે એક કોલસાના રાસાયણિક વિભાગમાં ઝેરી ગેસ લીકેજ થતા બીમાર પડ્યાં હતાં. મોતની પુષ્ટિ કરતાં, રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ કર્મચારી પ્રમુખ, હિમાંશુ શેખર બાલે મૃતકોના પરિવારજનોને વળતર આપવાની માંગ કરી હતી.
ચાર કોન્ટ્રાક્ટ કામદારો ખાનગી કંપની સ્ટાર કન્સ્ટ્રક્શન્સ દ્વારા લેવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે આ ઘટના બની ત્યારે યુનિટમાં કુલ 10 કર્મચારી ફરજ પર હતા. ચારેયને ઇસ્પાત જનરલ હોસ્પિટલ (આઈજીએચ)ની સઘન તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ ગણેશચંદ્ર પાયલા (55), રવિન્દ્ર સાહુ (59), અભિમન્યુ સાહ (33) અને બ્રહ્માનંદ પાંડા (51) છે.
આ દરમિયાન અકસ્માતનાં કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પ્લાન્ટ સામાન્ય રીતે કાર્યરત છે.
