બિમલ માંકડ,કચ્છ: બોર્ડર રેંજ આઈજી મોથાલીયા તથા પૂર્વ કચ્છ ઇન્ચાર્જ અધિક્ષક સૌરભ સિંગ તરફથી મળેલ સૂચના અનુસાર પૂર્વ કચ્છ એલ.સી.બી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે માળિયાથી ગાંધીધામ તરફ જઈ રહેલી ટ્રક સામખિયારી નેશનલ હાઇ-વે પરના કટારીયા પુલ પાસેથી આરોપી રામચંદ્ર રામપ્રસાદ યાદવ ઉ.વર્ષ.૩૫ રહે.નચરોલા, તાલુકો પટી, જિલ્લો પ્રતાપગઢ વાળાને ટ્રક નં.જી.જે.૧૫.એટી.૦૨૦૯ કિંમત રૂ.૮ લાખ જેમાં બિયર ટીન નંગ.૨૦૬૪ જેની કિંમત રૂ.૨,૬૪,૦૦૦, અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ.૧૦૬૨૦ કિંમત રૂ.૩૮,૬૧૦૦ તથા મોબાઈલ, ટાડપતરી,રસ્સો તથા રોકડ રકમ રૂ.૬,૦૫૦ મળી કુલ રૂપિયા ૪૮,૭૩,૪૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપીલીધો હતો અને સામખિયારી પોલીસ મથકને સોંપીને પ્રોહીબિશની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ દારૂનો લાખોનો મુદ્દામાલ નાસિકમાં રહેતા વિનોદ યાદવ નામના શખ્સે ભરી આપ્યો હતો અને તેની ડિલિવરી ગાંધીધામ પહોંચાડવાનો હતો અને ત્યારબાદ વિનોદ યાદવ ફોનપર ડિલિવરી લેવા આવનાર બુટલેગર અંગે માહિતી ટ્રક ચાલકને આપવાનો હોવાની વાત પોલીસ સમક્ષ આરોપીએ કબુલ્યું હતું.
ત્યારે નાસિક ખાતેથી દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર કોણ ? તે દિશા તરફ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. કામગીરીમાં એલ.સી.બી બ્રાન્ચ ઇન્ચાર્જ પી.આઈ એસ.એસ.દેસાઈ સાથે સ્ટાફ જોડાયો હતો.
