Lava સ્માર્ટફોન આવતા વર્ષે મોટો ધમાકો કરવા જઈ રહ્યો છે. આ દેસી સ્માર્ટફોન કંપનીએ તેના એક ટ્વીટમાં આ વિશે માહિતી આપી છે. કંપનીએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ પોસ્ટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે, ‘The Game is About to change’, સાથે એક ટેગલાઇનની સાથે કંપનીએ હેશટેગ- #AbDuniyaDekhegiનો પણ ઉપયોગ કર્યો છે.
કંપનીના આ ટ્વીટ બતાવી રહ્યું છે કે, કંપનીએ ભારતીય બજારમાં ફરી એકવાર બજારમાં પોતાની પકડ મજબૂત બનાવવાનું મન બનાવી લીધું છે.
Lavaને લઈને એક મીડિયા રિપોર્ટ પણ સામે આવ્યો છે, જે મુજબ Lava વર્ષ 2021મા 5 હજારથી 20 હજાર રૂપિયાની વચ્ચેના ચાર મોબાઇલ ડિવાઇસ લોન્ચ કરી શકે છે. ઉપરાંત, જો સૂત્રોની વાત માનીએ તો, આ Lava સ્માર્ટફોન 7 જાન્યુઆરી 2021 ના રોજ લોન્ચ કરી શકે છે.
તાજેતરમાં ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Be U લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન મહિલાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યો છે. આ ફોનમાં 6.08 ઇંચનો આઇપીએસ એલસીડી એચડી + ડિસ્પ્લે છે, જેમાં 2 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. આ ફોનમાં 19.5: 9 આસ્પેક્ટ રેશિયો અને વોટરડ્રોપ નોચ ડિઝાઇન ડિસ્પ્લે સાથે 2.5 ડી વક્ર ગ્લાસ પણ છે. એટલું જ નહીં, માઇક્રો એસડી કાર્ડની મદદથી તમે ફોનની મેમરી 256 જીબી સુધી પણ વધારી શકો છો.
