પરેશ ધાનાણીના ગઢમાં ફરી ગાબડું, લાઠી કોંગ્રેસના આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો

રાજેશ દેથલીયા, અમરેલી: વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ફરી ગાબડું પડ્યુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. લાઠી કોંગ્રેસના આગેવાનો એ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.

લાઠી તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ જનક તળાવીયાને કોંગ્રેસમાંથી સપેન્ડ કરતા તેઓ ભાજપમા જોડાઈ ગયા છે. લાઠી તાલુકાના 15 જેટલા કોંગ્રેસના મહત્વના આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. લાઠી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, ન્યાય સમિતિના ચેરમેન, એક સદસ્ય પણ ભાજપમા જોડાઈ ગયા છે.

કાચરડી જિલ્લા પંચાયતના સદસ્યએ પણ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે અને 2 ગામોના સરપંચોએ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. જિલા ભાજપ દ્વારા તમામ આગેવાનો કાર્યકરોને આવકાર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap