AUSvsIND નિર્ણાયક ટેસ્ટઃ સુંદરને મળી કરિયરની પ્રથમ વિકેટ, દિવાલ બન્યો લબુસેન

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચોથી અને અંતિમ નિર્ણાયક ટેસ્ટ મેચ બ્રિસ્બેન ખાતે રમાઇ રહી છે જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ દિવસની 54 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટે 154 રન છે. ફરીએકવાર ઓસ્ટ્રેલિયાના ઓપનર સારી શરૂઆત આપી શક્યા ન હતા અને સસ્તામાં પવેલિયન ભેગા થઇ ગયા હતા. વોર્નર સતત ચોથી ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહ્યો છે. માર્નસ લબુશેન અને મેથ્યુ વેડ ક્રિઝ બેટિંગ કરી રહ્યાં છે. લબુશેને પોતાના ટેસ્ટ કરિયરની 11મી ફિફટી મારી છે. માર્નસ લબુશેન 37 રને રમી રહ્યો હતો ત્યારે નવદીપ સૈનીની બોલિંગમાં અજિંક્ય રહાણેએ ગલીમાં તેનો કેચ છોડ્યો.

ઈજાગ્રસ્ત નવદીપ સૈની મેદાન બહાર જતો રહ્યો છે. તેને હેમસ્ટ્રીંગ ઈજા થઈ હોય તેવું લાગી રહ્યું હતું, જોકે ઓન-એર કોમેન્ટેટર્સ કે બોર્ડ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી. ભારત પ્રાર્થના કરશે કે તે જલ્દી જ મેદાન પર પરત ફરી શકે. સૈની ઈજાગ્રસ્ત થતા તેની ઓવરનો અંતિમ બોલ રોહિત શર્માએ નાખ્યો હતો.

સ્ટીવ સ્મિથ સુંદરની બોલિંગમાં શોર્ટ મિડવિકેટ પર રોહિત શર્માના કેચ આઉટ થયો હતો. સ્મિથે 77 બોલમાં 5 ફોરની મદદથી 36 રન કર્યા હતા.કાંગારું ઓપનર્સ ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. ડેવિડ વોર્નર 1 રને મેચની પહેલી જ ઓવરમાં મોહમ્મદ સિરાજની બોલિંગમાં સેકન્ડ સ્લીપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી માર્કસ હેરિસ 5 રને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં સ્કવેર લેગ પર સુંદરના હાથે કેચ આઉટ થયો હતો.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. સીરિઝ 1-1ની બરાબરી પર છે. આ મેચ જીતનાર ટીમ શ્રેણી પોતાના નામે કરશે. કાંગારું માટે સ્પિનર નેથન લાયન પોતાની 100મી ટેસ્ટ રમી રહ્યો છે, જ્યારે ભારત વતી તમિલનાડુના વી. સુંદર અને ટી. નટરાજન ડેબ્યુ કરી રહ્યા છે. ટી. નટરાજન એક જ ટૂર પર ટેસ્ટ, વનડે અને T-20 ડેબ્યુ કરનાર ભારતની પ્રથમ પ્લેયર બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap