વિનય પરમાર,રાજકોટ: શહેરના શાસ્ત્રીનગર રોડ પર દબાણ હટાવ શાખાના ઇન્સ્પેકટર પર ફ્રૂટની લારીવાળાએ છરીથી હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો, માથાભારે સખસે અડદો કલાક હાથમાં છરી લઈ અંતક મચાવ્યો હતો છતાં પણ ત્યાં હાજર પોલીસ સ્ટાફ મૂક પ્રેશક બની તમશો જોતા રહયા હતા બાદમાં પકડી અને કાયદાનું ભાન કરાવ્યું હતું.

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાના ફોરજદાર તરીકે ફરજ બજાવતા નિવૃત આર્મીમેન રાજદીપસિંહ રાણા સહિતનો સ્ટાફ નનામવા સર્કલથી શાસ્ત્રીનગર રોડ પર લારીવાળાઓએ કરેલું દબાણ હટાવવા ગયા હતા ત્યારે ફ્રુટની લારી લઈને ઉભેલા રિયાજ અનવર માડચિયા નામના શખ્સે લારી ખાલી કરવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો અને મનપાની ટીમને ગાળો ભાંડી પોતાની પાસે રહેલ છરીથી ફોજદાર ઉપર હુમલો કરી હાથમાં છરીના ઘા ઝીંકી દીધો હતો જેથી ઇન્સ્પેકટર રાણા લોહીલુહાણ થઈ ગયા હતા અને ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત રાણા ને સારવારમાં ખસેડાયા હતા.

વધુ ટિમ આવતા રિયાજ નજીકના પાર્ટી પ્લોટમાં તરફ ભાગ્યો હતો અને તેમાં ઘુસી ગયો હતો જોકે પોલીસે તેનો પીછો કરી પાર્ટી પ્લોટમાંથી દબોચી લીધો હતો.બહાર લાવતા જ લોકોએ ધોલધપાટ કરી હતી અને રોષ ઠાલવ્યો હતો
હપ્તો આપીએ છીએ તો પણ હેરાન કરાય છે:આરોપી
મનપાની ટિમ જેવી લારી લેવા આવી ત્યારે રિયાજ ઉશ્કેરયો હતો અને તેણે જાહેરમાં દબાણ હટાવ ટિમ પર આક્ષેપ કર્યો હતો કે આ લોકોને નિયમિત હપ્તો આપીએ છીએ, છતાં ચોથી વખત લારી જપ્ત કરવા આવ્યા છે.
