કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉના-ગીર સોમનાથથી ભાવનગર સુધી બની રહેલ ફોરટેક નેશનલ હાઇવેનું કામ મચ્છુન્દ્રી નદીથી વ્યાજપુર સુધી તેમજ સીમાસીથી નાથળ સુધી કામ સંપૂર્ણ પણે થયુ છે અને આમાર્ગ તાત્કાલીક શરૂ કરી ઉના શહેરી વિસ્તાર માંથી પસાર થતાં મોટા વાહનોનો ટ્રાફીક ડાઇવડ કરવા બાયપાસ કરવામાં આવે તો વર્ષો જુની ઉના શહેરી પ્રજાની સમસ્યા તાત્કાલીક હલ થઇ શકે તેમ હોવા છતાં પ્રોજેક્ટર ડાયરેક્ટ અને ઇન્ડીપેન્ડલ એન્જીનિયર અને સ્થાનિક તંત્રના સંકલનના અભાવે સામાન્ય નિર્દોષ પ્રજા પરેશાન વેઠી રહી છે.
પ્રોજેક્ટર ડાયરેક્ટ અને ઇન્ડીપેન્ડ એન્જીનિયર દ્વારા વહેલી તકે આ નેશનલ ફોરટેક કામ કંપની પૂરૂ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા રસ દાખવતા ન હોવાના કારણે અને લાંબા સમય થી જમીન સંપાદન થઇ તેના પેમેન્ટ સરકારના રેકર્ડ પર ચુકવી દીધા હોવા છતાં સ્થાનિક જવાબદાર અધિકારી અને પ્રોજેક્રટ ડાયરેક્ટ ઇન્ડીપેન્ડલ ચેકીંગ એન્જીનિયર દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સી સાથે સંકલન જાળવવા નિષ્ફળ જતાં આ નેશનલ હાઇવેનાન કામ પૂર્ણ કરવાની મુદત પૂર્ણ થવા આવી છે. તેમ છતાં ડોળાસા, કોડીનાર તેમજ, સુત્રાપાડાના કેટલાક વિસ્તારની જમીનના કબ્જા ખાલી ન થવાના કારણે કામ અધુંરૂ રહ્યુ છે. પરંતુ સીમાસી, નાથળ, વરસીંગપુર, વ્યાજપુર સુધીનો બાયપાસસનું કામ પૂર્ણ થતાં મોટા ભાગનો વાહન વ્યવહાર આ બાયપાસ પરથી ડાયવર્ડ કરી શકાય છે.
શહેરી વિસ્તારમાં ભારે વાહનોના અવર જવરના કારણે થતાં અકસ્માત અટકાવી શકાય છે. તેમ છતાં આ રોડ શરૂ કરવા નેશનલ ઓથોરેટી અધિકારી અને ઇન્ડીપેન્ડલ એન્જીનિયર સુપર વિઝન કરવામાં ઢીલાસ અનુભવતા આ બાયપાસ શરૂ થઇ શક્તો નથી.
આ ઉપરાંત કંસારી અને વરસીંગપુર ગામ નજીક ઓવરબ્રિજ બનાવવા અતિ જરૂર હોવા છતાં આ વિસ્તારમાં કામની ડિઝાઇન ચેન્જ કરવાની જરૂરીયાત હોય લોકોની માંગણી હોવા છતાં આ કામગીરી પણ હાઇવે કામ કરતી એજન્સી પાસે કરાવવા અધિકારી અને પ્રોજેક્રટ ડાયરેક્ટરને રસ ન હોય તેના કારણે માનવ જીંદગી પર અકસ્માતનો ભય ઉભો થઇ રહ્યો છે. હાલ લોકો આ સમસ્યાથી અતિ દુઃખી બની રહ્યા છે. પણ અધિકારી ઓના સંકલનના અભાવે જડપી કામગીરી થતી ન હોવાનું જોવા મળે છે.
ઓવરબ્રિજ વહેલી તકે ચાલુ થશે: સેલારીયા
આ હાઇવે બાયપાસ ઓવરબ્રિજ પરથી ચાલુ કરવા અંગે ઇન્ડીપેન્ડલ એન્જિયર સેલારીયા સાથે વાત કરતા તેણે વહેલી તકે બાયપાસ શરૂ કરવા માત્ર આશ્વાસન આપે છે પરંતુ સ્થળ પર સામાન્ય કામગીરી પૂર્ણ વહેલી તકે થાઇ તેવા પ્રયાસ કરાતા નથી. અને રેલ્વે કોસીંગ માટે મંજુરીમાં રૂકાવટ હોવાનું બહાનું આગળ ધરી રહ્યા છે. પરંતુ કોન્ટ્રાક્ટર એજન્સી આ કામ જો ઉપરોક્ત અધિકારી રસ લઇ તાત્કાલીક કરાવે તો વહેલીતકે પૂર્ણ કરી લોકો માટે નેશનલ હાઇવે શરૂ કરાવવા માંગે છે. તેવી વાત પણ સામે આવી રહી છે.
