કચ્છ: ગળપાદર જેલના જેલર અને સબ જેલર ACBના છટકામાં ફસાયા

બિમલ માંકડ,કચ્છ: ગાંધીધામની ગળપાદર જેલમાં બંધ એવા માજી ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળી હત્યા કેસના એક આરોપીને જેલમાં સુવિધા આપવાના બદલામાં રૂપિયા ૧.૨૫ લાખની લાંચ લેતા એક અધિકારી સહિત બે જણા આબાદ ઝડપાઈ ગયાની વિગતો પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વુગતો અનુસાર ગળપાદર જેલમાં આજે સાંજે અમદાવાદ એસીબી ટીમે દરોડો પાડી જેલમાં બંધ એક આરોપીને સુવિધા આપવાના બદલામાં રૂ.૧.૨૫ લાખની લાંચ લેતા એક અધિકારી સહિત બે જણાને એસીબી ટીમે ઝડપી લીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગળપાદર જેલમાં બંધ જયંતિ ભાનુશાળી હત્યા કેસના એક આરોપીને સુવિધા આપવા માટે સેટિંગ ગોઠવાયું હતું અને આ સેટિંગ પેટે લાંચ મંગાઈ હતી.

આ અંગે અમદાવાદ ખાતે ફરિયાદ થયા બાદ એસીબી અમદાવાદ ટીમે છટકું ગોઠવ્યું હતું અને તેમાં રૂપિયા સવા લાખની લાંચ લેતા જેલના એક અધિકારી સહિત બે જણાને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે હજુ સત્તાવાર વિગતો પ્રાપ્ત થઇ નથી પરંતુ એસીબીએ સફળ દરોડો પાડયો હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગેની વિગતો બહાર આવતા ફરી એક વખત કચ્છમાં જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને કાયદાના રક્ષકોમાં ખળભળાટ મચી ગયો છે.

નોંધનીય છે કે જેન્તી ભાનુશાલી હત્યા કેસના આરોપીઓને ગળપાદર જેલમાં રખાયા છે, જ્યાં કેટલાક આરોપીઓને જેલમાં તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોવાની ચર્ચા વચ્ચે આ દરોડાએ હકીકતને સમર્થન આપ્યું છે. તો એક એવી પણ વાત બહાર આવી છે કે આ આરોપીઓ પૈકી એક આરોપી શરૂઆતથી જ એક અધિકારી સાથે મિત્રતા કેળવીને તેમને દર મહિને સેક્સન પૂરું પાડી સુવિધાઓ લેતો હતો,પરંતુ સંબંધિત આરોપી અને સંબંધિત જેલ અધિકારી વચ્ચે કોઈ બાબતે વિવાદ થતાં આ મામલો એસીબી સુધી પહોંચ્યા બાદ ૧.૨૫ લાખમાં સેટિંગ કરવાનું નક્કી કરીને સંબંધિત અધિકારીની કારકિર્દી પૂરી કરી જેલમાં બંધ હોવા છતાં પણ પોતાની તાકાત કેટલી છે,તે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ થયો હોવાનું મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap