દેશમાં રોડ સેફટી માટે મોદી સરકાર દ્વારા વધુને વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સરકાર દ્વારા નિયમો કડક કરવામાં આવ્યા હતા તેમ છતા રસ્તા પર બેદરકારી જોવા મળે છે. જેને લઇ કોલકતમાં આ મુદ્દે નવો કાયદો અમલમાં આવ્યો છે.
કોલકતા પોલીસે બાઇક ચલાવનારાઓને ધ્યાનમાં લીધા પછી નવા નિયમો લાગુ કર્યા છે. ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેર્યા વગર પેટ્રોલ ભરવા આવતા લોકોને પેટ્રોલ પમ્પ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કોલકાતા પોલીસની નો હેલ્મેટ, નો પેટ્રોલ ‘પહેલ 8 ડિસેમ્બરથી કોલકાતા અને તેની સાથે આસપાલસ 24 પરગણા જિલ્લામાં લાગુ કરવામાં આવશે (જે કોલકાતા પોલીસના અધિકારમાં આવે છે)
પોલીસ કમિશનર અનુજ શર્મા દ્વારા હસ્તાક્ષર કરાયેલા આદેશમાં જણાવ્યું છે કે, ‘નો હેલ્મેટ, પેટ્રોલ નહીં’ કોલકાતા પોલીસના અધિકારક્ષેત્ર હેઠળ લાગુ કરવામાં આવશે નહીં, તેથી કોઈ પણ પેટ્રોલ પંપ પર કોઇપણ ટુ વ્હીલરે હેલ્મેટ નહીં પહેર્યો હોય તો પેટ્રોલ વેચશે નહીં અને પેટ્રોલ પંપ સુધી પહોંચી પણ નહીં શકે.
પોલીસના જણાવ્યા મુજબ હેલ્મેટ વગર બાઇક સવારો સામે કાર્યવાહી કરવા છતાં અનેકગણો વધારો થયો છે. આદેશમાં જણાવાયું છે કે રસ્તા પર સારી શિસ્ત સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓને અટકાવવા આદેશ મુજબ કડક પગલા ભરવા જરૂરી છે. નવો નિયમ 5 ફેબ્રુઆરી 2021 સુધી અમલમાં રહેશે.
