કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ખૂબ જ તીવ્ર બની રહ્યું છે. શનિવારે ખેડૂત સંગઠનોએ દિલ્હી-જયપુર હાઇ-વે બંધ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે આ કાર્યક્રમ રવિવારે કરવામાં આવશે.
ભારતીય ખેડૂત યૂનિયને હાઇવેને બંધ કરવાની જવાબદારી હરિયાણાના સ્થાનિક નેતાઓને આપી હતી, પરંતુ તેમ છતાં શનિવારે દિલ્હી-જયપુર હાઇવે બંધ થઈ શક્યો નહીં. હવે ભારતીય ખેડૂત યૂનિયન પંજાબના મહામંત્રી હરેન્દ્ર લોખવાલે રવિવારે રસ્તો બંધ કરવાની જાહેરાત કરી છે.
સાથે અન્ય એક ખેડૂત નેતા બલબીર સિંહે કહ્યું કે, દિલ્હી-જયપુર હાઇ-વેને જામ કરવાની સાથે સાથે ભાજપના મંત્રીઓ અને નેતાઓના ઘરો સામે પ્રદર્શન કરવામાં આવશે.
ખેડૂત સંગઠનોની આ જાહેરાત બાદ હરિયાણા સરકારે હાઇ-વે ઉપર મોટી સંખ્યામાં પોલીસ અને પોલીસ દળ તૈનાત કર્યા છે.
જણાવી દઈએ કે, દિલ્હી જયપુર હાઇ-વે બંધ થવાને કારણે દક્ષિણનો દિલ્હીનો સંપર્ક બગડી શકે છે, જેના કારણે ફળો અને શાકભાજી સહિતના રેશનની સપ્લાયમાં મુશ્કેલી આવી શકે છે.
