પુડુચેરી: કિરણ બેદીને ગઈકાલે અચાનક ઉપરાજ્યપાલના પદ પરથી હટાવવામાં આવ્યા હતાં. શાસક કોંગ્રેસ ઘણા સમયથી તેને હટાવવાની માંગ કરી રહી હતી. કિરણ બેદી અને મુખ્યમંત્રી નારાયણસામી વચ્ચે અનેક મુદ્દાઓ પર અથડામણ થઈ છે.
રાષ્ટ્રપતિ ભવને કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૂચના આપી છે કે, કિરણ બેદીએ હવે પુડુચેરીના ઉપરાજ્યપાલ રહેશે નહીં.” પદ પરથી હટાવ્યા બાદ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
કિરણ બેદીએ ટ્વિટ કરીને એક લેટર શેર કરતા લખ્યું કે,”પુડુચેરીના ઉપરાજયપાલ તરીકેના મારા અનુભવો માટે હું ભારત સરકારની આભારી રહીશ. હું એ બધાનો આભાર માનું છું. જેને મારી સાથે કામ કર્યું. તેમણે જણાવ્યું કે, “હું વિશ્વાસ સાથે કહી શકું છું કે, મારા કાર્યકાળમાં રાજનિવાસી ટીમ જનહિત માટે કામ કર્યુ છે. પુડુચેરીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે.”
