કન્નડ ફિલ્મ અભિનેતા યશની આવનારી ફિલ્મ ‘KGF chapter 2’નું જબરદસ્ત ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે. ખાસ વાત તો એ છે કે આ ટીઝર રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવ્યો હતો અને ફિલ્મના ટીઝરએ ચાહકોનો ઘણો પ્રેમ બતાવ્યો હતો. આ ફિલ્મના ટીઝરએ ફક્ત 24 કલાકમાં ઇન્ટરનેટની દુનિયામાં ધુમ મચાવી દીધી હતી. ફિલ્મના ટીઝરએ યુટ્યુબ પર માત્ર 24 કલાકમાં જ 78 મિલિયન વ્યૂને પાર પહોંચી ગયુ છે. જે એક ખૂબ મોટા આંકડો છે. સુપરસ્ટાર યશ પોતે પ્રેક્ષકો તરફથી મળેલા આ પ્રેમથી ખુસ થઈ ગયા હતા. અભિનેતાએ ગઈરાત્રે તેમના ફેન્સને મળેલા પ્રેમનો આભાર માન્યો છે.
સુપરસ્ટાર યશે ટ્વિટ કરીને લખ્યું, ‘તમારા પ્રેમથી મારો જન્મદિવસ અત્યાર સુધીનો સૌથી અદ્ભુત જન્મદિવસ બની ગયો. આભાર… તમારા પ્રેમ માટે’ જણાવી દઈએ કે, સુપરસ્ટાર યશનો 35મો જન્મદિવસ હતો. આ પ્રસંગને ખૂબ જ ખાસ બનાવવા માટે, તેની આગામી ફિલ્મ ‘KGF chapter 2’ના નિર્માતાઓએ સુપરસ્ટાર યશની જોરદાર ઝલક દર્શકોને બતાવી. યશની આ મલ્ટિસ્ટારરર અને મલ્ટિલાંગ્વેજ ફિલ્મના ટીઝરને જોતાં ચાહકોએ અભિનેતાની જોરદાર અભિનય માટે ઘણી પ્રશંસા કરી રહ્યા છે.
યશ સ્ટારર આ ફિલ્મનું દિગ્દર્શન ડિરેક્ટર પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે આ ફિલ્મમાં રવિના ટંડન અને સંજય દત્ત જેવા દિગ્ગજ હિન્દી ફિલ્મ અભિનેતાઓ પણ છે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલન અધિરાની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે અભિનેત્રી રવિના ટંડન એક રાજકારણીની ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓ આ દિવસોમાં પહેલાથી જ ફિલ્મના લૂક્સના મેકર્સને રિલીઝ કરી ચૂક્યા છે.
