દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના બધા કાર્યકર્તાઓ અને બાકીની જનતાને અપીલ કરી છે કે, તે ખેડૂતોની માંગના સમર્થનમાં સોમવારે ઉપવાસ રાખે.
કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે “ખેડૂતોએ કાલે એક દિવસના ઉપવાસની જાહેરાત કરી છે. તેમણે દેશની જનતાને અપીલ કરી છે કે, ખેડૂતોના સમર્થનમાં બધા લોકો એક દિવસનું ઉપવાસ રાખે.હું પણ કાલે ખેડૂતો સાથે એક દિવસીય ઉપવાસ રાખીશ.”
આ સાથે જ કેજરીવાલે કહ્યું હતું કે,હું આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાઓ અને સમર્થકોને અપીલ કરૂ છું કે, તે પણ કાલે ખેડૂતોની માંગના સમર્થનમાં ઉપવાસ રાખે.એવામાં બધા લોકો જે દિલથી ખેડૂતોની સાથે છે પણ પોતાની વ્યસ્તતાને કારણે બોર્ડર જઈ શકતા નથી, તેવા લોકોને પણ આ તક મળી છે.
તેમણે કહ્યું કે, મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે, અહંકાર છોડો,સરકારે જનતા દ્વારા બને છે, જનતા સરકાર દ્વારા નથી બનતી. જે જનાતા આ ત્રણ કૃષિ કાયદાઓની વિરુદ્ધ છે તો તેને રદ કરવામાં આવે અને એમએસપી ઉપરના ખેડૂતોના પાકને ખરીદવાની ગેરન્ટી આપતો કાયદો ઘડવામાં આવે.
AAP નેતા અને દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે,ખેડૂત આંદોલનના સમર્થનમાં 14 ડિસેમ્બરે આખા દેશમાં AAPના કાર્યકર્તાઓ સામૂહિક ઉપવાસ રાખશે.
