(૧)ભગવાન વિષ્ણુ માટે સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઇએ.
(૨)આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન પછી દીપદાન, પૂજા, આરતી અને દાન કરવામાં આવે છે.
(૩)કાર્તિક પૂર્ણિમાએ ગરીબોને ફળ, અનાજ,દાળ,ચોખા,ગરમ કપડાં વગેરે વસ્તુઓનું દાન કરવું જોઇએ.
(૪)કાર્તિક પૂર્ણિમાએ સવારે જલ્દી જાગવું જોઇએ. પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું.સ્નાન કરતી સમયે બધા જ તીર્થનું ધ્યાન કરવું જોઇએ. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું.
(૫)શિવલિંગ ઉપર જળ ચઢાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. અભિષેક કરો.
(૬)ઈષ્ટદેવ ને કપૂર પ્રગટાવીને આરતી કરો.સાથોસાથ શિવજી સાથે જ ગણેશજી,માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની પણ વિશેષ પૂજા કરો.
(૭)પૂર્ણિમાએ હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
(૮) પાંચ અલગ-અલગ ઋતુ પર લઈ ગાયને ખવડાવો.
(૯) દરિદ્ર નારાયણ ને કાચી ખીચડી અર્પણ કરો.
દેવ દિવાળી ના દિવસે પૂજા કરવાથી ધન-દોલત,ઐશ્વર્યા સાથે માન-સન્માન સાહજીક રીતે મળે છે. સર્વ પ્રકારે કાર્ય સિદ્ધ થાય છે તથા પોતાની મનોતી પુરી થાય છે. જીવનમાં સમસ્યાઓ આવતા પહેલા તે સમસ્યાનો ઉકેલ આવી જાય છે.ચીરકાલીન લક્ષ્મીનો વાસ રહે છે અને અકાળ મૃત્યુ ટળે છે.
જયોતિષી આશિષ રાવલ
[email protected]
