દેશ-વિદેશમાં જાણીતા સંગીતકાર એ.આર. રહેમાને સોમવારે દુ:ખનો પહાડ તુટ્યો હતો. તેની માં કરીમા બેગમનું સોમવારે નિધન થયું હતું. સંગીતકારે તેની માં ફોટો શેર કર્યો હતો અને 28 ડિસેમ્બરે તેની માંએ આ દુનિયાને અલિવિદા કહી છે. એ.આર રહેમાન તેની માતાની ખૂબ નજીક હતો. રહેમાનની આ પોસ્ટ પર ચાહકોએ તેમની માતાને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યાં છે. કરીમા બેગમનું નામ કસ્તુરી હતું જે બાદથી બદલાયું હતું. સાથે સંગીતકારે પણ તેનું નામ દિલીપ કુમારથી બદલીને એ.આર રહેમાન રાખ્યું હતું. રહેમાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મારી માતાએ સંગીતની મારી પ્રતિભાને ઓખાણ આપી હતી.
એ આર રેહમાને કહ્યું હતું કે, જ્યારે હું નવ વર્ષનો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું, ત્યારે મારા માતા પિતાના સંગીતનાં સાધનો ઉધાર આપીને ઘર ચલાવતા હતા. તેમને ઉપકરણો વેચીને ઘરનો ખર્ચ ચલાવવાની સલાહ પણ આપવામાં આવી હતી, પરંતુ તેણે આમ કરવાનો ઇનકાર કર્યો હતો. માં કહેતી કે મારો એક દીકરો છે, તે આ સામાનનું ધ્યાન રાખશે.
સંગીતકારે તેની માં વિશે આગળ કહ્યું હતું કે, તેમને સંગીતનું નોલેજ હતું. આધ્યાત્મિક રૂપે, તે વિચારો અને નિર્ણય લેવામાં મારા કરતા ઘણી મોટી છે. તેણે સંગીત લેવાનું નક્કી કર્યું, તેમણે 11મા ધોરણમાં મારી શાળા છોડાવી દીધી અને સંગીતમાં આગળ વધારવાની સલાહ આપી.
તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. કરીમા બેગમે રાજગોપાલ કુલશેખરન સાથે લગ્ન કર્યા. એ.આર. રહેમાનના પિતા સંગીતકાર હતા. તેમણે મુખ્યત્વે મલયાલમ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે 52 ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. આમાંથી 23 ફિલ્મો મલયાલમ હતી.
