કરણ જોહરની ધર્મા પ્રોડક્શને હિન્દી સિનેમાને ઘણી હીટ ફિલ્મો આપી છે. અને હવે કરણ જોહર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ પ્રોડક્શન હાઉસના સહયોગથી હીટ ફિલ્મો બનાવવાની તૈયારી કરી રહ્યો છે. અને હવે આપણે જાણીએ છીએ કે કરણ જોહરે સાઉથ ફિલ્મના સૌથી મોટા પ્રોડક્શન હાઉસમાંથી એક LYCA PRODUCTIONS સાથે 5 ફિલ્મોની ડીલ કરી છે. તમને જણાવી દઈએ કે LYCA PRODUCTIONSએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક ખૂબ જ પ્રતિષ્ઠિત નામ છે. આ પ્રોડક્શન હાઉસે રજનીકાંત અને અક્ષય કુમાર અભિનિત, 2.0જેવી ફિલ્મ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બનાવી હતી.
કરણ જોહરે LYCA PRODUCTIONS સાથે હાથ મિલાવ્યો
નોંધપાત્ર વાતએ છે કે કરણ પહેલા ફોક્સ સાથે મળીને ફિલ્મનું નિર્માણ કરતો હતો, પરંતુ હવે ફોક્સને ડિઝનીએ ટેક ઓવર કર્યું છે અને ડિઝનીને ફિલ્મ નિર્માણમાં રસ નથી. આવી સ્થિતિમાં, કરણને ફિલ્મના નિર્માણ માટે બીજા પ્રોડક્શન હાઉસની જરૂર હતી અને ત્યાં LYCA PRODUCTIONSથી શ્રેષ્ઠ કોઈ ન હોઇ શકે.
એક મીરિયા રીપોર્ટમાં જણાવ્યું કે, LYCA PRODUCTIONS હિન્દી ફિલ્મ નિર્માણમાં એન્ટ્રી લેવાની તૈયારી કરી રહી છે. કરણ સાથે મળીને, LYCA PRODUCTIONS શ્રેષ્ઠ ફિલ્મોનું નિર્માણ કરશે જેમાં હિન્દી ફિલ્મોએ બનાવેલી કેટલીક ઓરિઝનલ અને કેટલીક રિમેક હશે. પ્રોડક્શન હાઉસનો ઉદ્દેશ એવા કન્ટેન્ટ રજૂ કરવાનો છે કે જે પ્રેક્ષકો દ્વારા પ્રશંસા થાય. LYCA નિર્માતા મહાવીર જૈન અને સીઈઓ આશિષ સિંહ પહેલેથી જ બોલીવૂડમાં LYCA સ્થાપીત કરવા ઈચ્છતા હતાં.
