કપિલ શર્માએ સેલિબ્રેટ કરી પુત્રી અનાયરાની પહેલી બર્થડે પાર્ટી, જુઓ કોમેડી તસવીર

કોમેડી કિંગ કપિલ શર્મા અને ગિન્ની ચતરથ પુત્રી અનાયરા શર્મા 10 ડિસેમ્બરે 1 વર્ષની થઈ હતી. કપિલ શર્મા અને ગિન્ની ચતરથે ગુરુવારે પુત્રી અનયારાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કપિલ શર્માએ પુત્રીના જન્મદિવસની ઉજવણી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં અનાયારા કેક પર નજર નાખતી જોવા મળે છે અને કપિલ શર્મા સાથે મસ્તી કરતી જોવા મળે છે. અનયારાનો ફોટો શેર કરતી વખતે કપિલ શર્માએ તેના ચાહકો માટે એક સંદેશ પણ લખ્યો છે.

અનાયરાનો ફોટો શેર કરતી વખતે કપિલ શર્માએ કેપ્શનમાં લખ્યું – અમારા લાડોના પહેલા જન્મદિવસ પર તેને પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ આભાર. ગિન્ની અને કપિલ.

આ સાથે જ કપિલે તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે, જેમાં અનાયારા કેક ખાતી જોવા મળી રહી છે. ફોટો શેર કરતી વખતે કપિલે લખ્યું છે- તમારા પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર.

જન્મદિવસ પર, જ્યારે અનાયરા ટી-શર્ટ અને સ્કર્ટમાં જોવા મળી રહી છે, પૂરો પરિવાર બ્લેક ટીશર્ટમાં જોવા મળી રહ્યો છે.

કપિલ શર્મા, ગિન્ની અને તેની માતાએ પહેરેલી ટી-શર્ટમાં અનાયરા ટર્નસ વન લખેલું છે.
તમામ તસવીરોમાં કપિલ શર્મા, અનયારાની મસ્તી ચાહકોને ખૂબ પસંદ આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap