ગુરૂ,શનિ અસ્તના કારણે જાણો નોકરી-ધંધામાં કેવી અસર પડશે

સમયને ભલે પગ નથી હોતા પણ વીતેલા સમયના પગલાં કાયમ દેખાય છે. હાલમાં ગ્રહ મંડળમાં લાંબાગાળાના ગ્રહો ગુરૂ,શનિ અસ્તના ચાલે છે. જ્યારે બુધ કુંભ રાશિમાં લાંબો સમય રહેશે અને અગામી તા.૦૪ ફેબ્રુ.થી વક્રી થવાથી વેપારીઓના નાણાકીય વ્યવહારમાં તકલીફો પડે અને તેમણે આપેલા થર્ડ પાર્ટી ચેકો રિટર્ન થઈ શકે છે ? સરકારી બાકી વેરો,દંડ સમયસર આકારણી ન થાય. વેપારીઓની ધંધાની બેલેન્સ સીટ નબળી પડી શકે! વેપાર ધંધામાં રાખેલ સ્ટાફને છુટા કરવાની નોબતના નંગારા વાગે. અગામી તા.૫ ફેબ્રુ. પછી રામમંદિર નિધિ સમર્પણ અભિયાનમાં ડોનેશનની રકમ વરસાદની અનરાધાર વરસે.

જ્યોતિષ જેવી અગમ્ય,ગૂઢ વિદ્યા શીખવા-સમજવા માટે આમ જનતામાં વધુ આતુરતા રહે.ખાસ કરીને મહીલા ગૃહીણીઓ ઓનલાઈનના માધ્યમ દ્ગારા વધુ તલપાપડ બને ! પ્લુટોના મકર પ્રવેશ સાથે દુનિયા કરવટ બદલી રહી છે. બહુ ઝડપથી બદલાવ આવી રહ્યાં છે. શિવજીએ પૃથ્વીના કલ્યાણ માટે ગંગાનું અવતરણ કર્યું હતું, તો હવે માનવી પ્રગતિની હરણફાળ ભરવા સેટેલાઈટના માધ્યમથી પૃથ્વી પર ડેટાની ગંગા વહાવવા માંગે છે.

તેમાં અમેરિકા અને તેની કંપનીઓ મોખરે છે, ડ્રોન ટેક્નોલોજી,એલિયન ટેક્નોલોજી અને દરેક બાબતે સંશોધનમાં આગળ રહેનાર અમેરિકા અને તેની કંપનીઓ સમજી ગઈ છે કે, માનવજાત પર પ્રભુત્વ મેળવવા માટે સેટેલાઇટ વડે ડેટાની ગંગા વહાવવી જ પડશે. ભારતનો વપરાશકર્તા હજુ આ ડેટાની માયાજાળ સમજી શક્યો નથી અને ફેસબૂક,વૉટ્સઅપ જેવા માધ્યમો તેના ડેટાનો ઉપયોગ વધુને વધુ પૈસા કમાવામાં લગાવી રહ્યા છે, જે સ્માર્ટ કલીકાળની નિશાની છે. આધુનિક યુગ માટે ‘ડેટા ઇસ ધ ઓઇલ અને ડેટા ઇસ ધ કરન્સી’ રહેશે .જે વિદેશી આધુનિક યુગના ઘડવૈયાઓ સમજી ગયા છે અને તેની તમામ તાકાત અવકાશમાં સેટેલાઇટની જાળ બિછાવવામાં લગાવી રહ્યા છે. અગામી રવિવારે હજુ પણ સખત ઠંડીમાં ઠુઠવવાનો સમય આવે?

(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap