ભાવેશ રાવલ,જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટીમાં જિલ્લા ભાજપ દ્વારા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ હાજાર રહ્યા હતાં.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા જૂનાગઢ જિલ્લાના ત્રણશો જેટલા સરપંચો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા દેશના નાગરિકોની સુખાકારી માટે ત્રંસોડથી પણ વધારે યોજના ચાલુ કરવામાં આવી છે. પણ સામાન્ય નાગરિકને યોજના વિશે કોઈ પણ જાતની માહિતી નથી.

વિવિધ યોજનાઓનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા એક whatsapp નંબર 2612300000 આપવામાં આવ્યો છે. આ નંબર ઉપર hi લખવાથી તમામ પ્રકારની યોજનાઓની માહિતી મળી રહે છે.
