જૂનાગઢ: સકરબાગ ઝૂ 300 પક્ષી કોરોન્ટાઈન, જાણો કેમ

ભાવેશ રાવલ,જૂનાગઢ: સમગ્ર ગુજરાતમાં બર્ડ ફ્લૂના કેસ વધી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ સકરબાગ ઝૂ ખાતે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

જૂનાગઢ સકરબાગ ઝૂ ચીડિયા ઘર ખાતે 300 જેટલા પક્ષી છે. તે તમામ પક્ષીઓને હાલની બર્ડ ફ્લૂની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ઝૂમાં આવતા પર્યટકો માટે આ વિસ્તાર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે.

ચીડિયા ઘરમાં રાખવામાં આવેલ તમામ પક્ષીઓને બર્ડ ફ્લુની અસરનો થાય તે માટે પાંજરાને બહારથી પેક કરી દેવામાં આવ્યા છે. પક્ષીઓની માવજત કરતા કર્મચારીઓને PPE કીટ પહેરીને જ પક્ષીના પાંજરામાં જવાની સૂચના આપવામાં આવી છે.

સકરબાગ રેન્જ ઓફિસર નીરવકુમારના જણાવ્યા અનુસાર હાલતો ઝૂના ચીડિયા ઘરના પક્ષીમાં બર્ડ ફ્લુ વાયરસની કોઈ અસર નથી. છતાંપણ સાવચેતીના ભાગ રૂપે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap