જૂનાગઢ: હીટ એન્ડ રનની ઘટના, માતા-પુત્રના કમકમાટી ભર્યા મોત

ભાવેશ રાવલ, જૂનાગઢ: માણાવદર તાલુકાના ગળવાવ પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર માતા પુત્રના કમકમાટી ભર્યા મોત થયા હતાં. તેમજ બાઇક અજાણ્યા વાહન સાથે ઢસડાતા સળગી ઉઠયુ હતું. બનાવ બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. મોડી રાત્રેનો બનાવ હોય વાહનોની અવરજવર ઓછી હતી અને અંધારાનો લાભ લઈ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

થોડા સમય પછી અમુક વાહન ચાલકોનું ધ્યાન જતા તેમણે 108ને ફોન કરતા 108 સ્થળ પર પહોંચી હતી અને બન્નેને હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતાં. બનાવ સ્થળે પોલીસ પહોંચી બાઈકના નંબર GJ 11 3249 પરથી બાઈક સવારની શોધખોળ હાથ ધરતા બાઈક સવાર બન્ને માણાવદરનાં માતા પુત્ર હોવાનુ અને વાદી પરીવારનાં હોવાનું જાણવા મળતા તેમના પરિવાર જનોને જાણ કરવામાં આવી હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતુ કે,બાજુના કતકપરા ગામેથી એક સામાજીક કામ પતાવીમાં દીકરો ઘરે આવતા આ બનાવ બનવા પામ્યો છે.માણાવદર પોલીસે અજાણ્યા વાહન ચાલક ઉપર હિટ એન્ડ રનનો કેસ નોધી અજાણ્યા વાહન ચાલક ને પકડવાની કામગીરી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap