આજે જો બાઈડન અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે, જાણો કેવી છે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ

20 જાન્યુઆરીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેકટ જો બાઈડેન અને વાઈસ પ્રેસિડેન્ટ ઇલેકટ કમલા હેરિસના શપથ લેશે. ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. આ ખાસ આયોજનને લઈને ઘણી બધી તૈયારીઓ કરવામાં આવી છે જે આ પ્રસંગને ઐતિહાસિક બનાવશે. કોરોના સંકટ અને સંભવિત હિંસાના ડરથી પણ સુરક્ષાને લઈને ખૂબજ તૈયારીએ કરવામાં આવી છે.

અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસ અને હિંસાની ઘટનાની શંકા વચ્ચે શપથ ગ્રહણ સમારોહ આયજોન કરવામાં આવ્યું છે. અમેરિકાના લોકશાહીના ઇતિહાસમાં આવી પરિસ્થિતિઓ ભાગ્યે જ બની હશે.

લગભગ 2 લાખ ટિકિટ વેચવામાં આવશે

કોંગ્રેસ પોતાના સભ્યોને લગભગ 2 લાખ ટિકિટનું વિતરણ કરશે અને જેમની પાસે આ ટિકિટ નથી તેઓને પરંપરા મુજબ નેશનલ મોલમાંથી ઇવેન્ટ જોવાનું કહેવામાં આવશે.

બરાક ઓબામાના ઈતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં 10 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. 2017 માં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 3 લાખ લોકોએ ભાગ લીધો હતો.

પરંતુ આ વર્ષે સુરક્ષાને લઈને અલર્ટ છે અને સ્વાસ્થ્ય સંબંધી પ્રતિબંધો છે. બાઈડેન ઈનાગ્યુરેશન સમિતિના વાઇસ ચેરપર્સન અજય ભુટોરિયાએ ક્વિન્ટ સાથે વાત કરતા કહ્યું છે કે, 2021ના ​​શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના સભ્ય (+1) રિઝર્વ રાખવામાં આવી છે.

‘યુનાઇટેડ અમેરિકા’ સમારોહની થીમ હશે

‘યુનાઇટેડ અમેરિકા’ની થીમ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન જોવા મળશે.

અમેરિકાના ઇતિહાસમાં અને વિશ્વની પરિસ્થિતિના દ્રષ્ટિકોણથી, બાઈડેન અને કમલા અભૂતપૂર્વ સમયમાં તેમના હોદ્દા પર છે. કોરોના વાયરસના કારણે 3.7 લાખ અમેરિકન લોકોએ જીવ ગુમાવ્યો છે. વિશ્વભરમાં આવી રહેલી આર્થિક મંદીના કારણે લાખો લોકો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ઉપરાંત 6 જાન્યુઆરીએ કેપિટોલ હિલ પર થયેલા હુમલાએ એ સંકેત આપ્યો છે કે અમેરિકામાં રાજકીય ધ્રુવીકરણ ચરમ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap