અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડને લાઈવ ટેલીવિજન પર કોરોના વેક્સિનનો ડોઝ લીધો હતો. એવામાં અમેરિકાના લોકોમાં વેક્સિનને લઈને વિશ્વાસ વધારવા માટે શરૂ કરેલા કેમ્પેન હેઠળ આ કરવામાં આવ્યું હતું. વેક્સિન લીધા બાદ બાઈડેને ટ્વીટર પર અમેરિકાના લોકોને અપીલ કરતા લખ્યુ કે,કોઈએ પણ ડરવાની જરૂર નથી.
78 વર્ષના બાઈડેનને ડેલાવેયરના નેવાર્કમાં ક્રિસ્ટિના હોસ્પિટલમાં ફાઈઝર/બાયોએનટેક વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
બાઈડેને ટ્વીટર પર સખ્યું હતું કે,”આજે મને કોરોનાની વેક્સિન મળી, તેના પર રાત-દિવસ કામ કરનારા સાઈન્ટિસ્ટ અને રિસર્ચ કરતાઓનો ધન્યવાદ,અમે તમારા આભારી છીએ અને અમેરિકાના લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. હું તમને અપીલ કરૂ છું કે, જ્યારે વેક્સિન ઉપલબ્ધ થાય ત્યારે તેનો ડોઝ લેવો.”
અમેરિકાના લોકોમાં જાગૃત્તા વધારવા માટે નામચીન હસ્તિઓ સાર્વજનિક રૂપે વેક્સિનનો ડોઝ લઈ રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા,જોર્જ ડબ્લૂ બુશ અને બિલ ક્લિન્ટને પણ થોડા સમય પહેલા ટીવી પર વેક્સિનનો ડોઝ લીધો હતો.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પ્રન્સ અને તેની પત્નીએ પાછલા અઠવાડિયે વેક્સિનનો ડોઝ દેવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ આ કેમ્પેનમાં ભાગ લીધો નથી.
ફાઈઝર બાદ મોડર્નાને પણ મળી મંજૂરી
ફાઈઝર/બાયોએનટેકની વેક્સિનને ઈમરજન્સી યુઝ ઓથોરાઈજેશન આપ્યા બાદ FDAએ 18 ડિસેમ્બરે મોર્ડનાની વેક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
