ખેડૂતોનું પ્રદર્શન સતત તીવ્ર બની રહ્યું છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે નવા કૃષિ કાયદા વહેલી તકે રદ કરવામાં આવે. આ પ્રદર્શન દરમિયાન અદાણી-અંબાણીનો બહિષ્કારની પણ વાતો કરવામાં આવી રહી છે, જેમાં Jio સિમકાર્ડ બંદર કરવાની અપીલ પણ શામેલ હતી. હવે jioએ વોડાફોન-આઇડિયા અને ભારતી એરટેલ સામે આ મામલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ને ફરિયાદ નોંધી છે. આરોપ છે કે કંપની ખેડૂત આંદોલનનો ખોટો ફાયદો ઉઠાવી રહી છે અને સિમ પોર્ટ કરાવી રહી છે.
પોર્ટેબિલીટીને લઈને ફાયદો ઉઠાવવાની વાત
રિલાયન્સ Jio તરફથી TRAIને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં લખ્યું છે કે,આઈડિયા-વોડાફોન અને એરટેલ Jio ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે. કંપનીનો દાવો છે કે લોકો એમ કહીને તેમનો નંબર પોર્ટ કરાવી રહ્યા છે કે આવુ કરવાથી તેઓ ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપશે.
TRAIના સેક્રેટરીને લખેલા પત્રમાં રિલાયન્સ Jioએ કહ્યું છે કે, તેઓએ 28 સપ્ટેમ્બરના રોજ આ અંગે ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેમ છતાં કંપનીઓ પર કોઈ અસર થઈ નથી.
Jioએ તેના પત્રમાં લખ્યું છે, “મોટી સંખ્યામાં પોર્ટ આઉટ માટે રિક્વેસ્ટ આવી રહી છે, જ્યાં ગ્રાહકો આ એકમાત્ર કારણ તરીકે જણાવી રહ્યા છે. આ ગ્રાહકોને Jioની સેવા સાથે કોઈ ફરિયાદ અથવા સમસ્યાઓ નથી.”
કડક કાર્યવાહીની માંગ
આ પત્રમાં જણાવાયું છે કે,આ અભિયાન ફક્ત ઉત્તરના રાજ્યો સુધી મર્યાદિત નથી અને કેટલાક વધારાના એમએનપી પોર્ટ-ઇન્સ મેળવવા માટે “આ ખોટી માહિતી” દેશભરમાં ફેલાવવામાં આવી રહી છે. “મહારાષ્ટ્ર જેવા દેશના અન્ય રાજ્યો પણ આમાં સામેલ છે. રિલાયન્સ જિઓએ ફરી એક વાર ટ્રાઇને અપીલ કરી છે કે આ અનૈતિક પ્રચારો માટે કંપનીઓ સામે કડક સૂચનાઓ જારી કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો કે ભારતી એરટેલે આ આરોપોને નકારી દીધા છે.
