પાર્થ મજેઠીયા, ભાવનગર: સર.ટી.હોસ્પિટલ ખાતે આજે એક ઇન્કમટેક્ષ કન્સલ્ટન્ટે છઠ્ઠી વાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું. જીગ્નેશભાઇ મજેઠીયા નામના ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ કે જે આજથી 3 માસ પૂર્વે કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા અને તેમાંથી સાજા થયા બાદ તેમણે મહત્તમવાર પ્લાઝમા ડોનેટનો નિર્ણય કરી આજે છઠ્ઠી વાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું. જેમની આ અમૂલ્યદાનને સર.ટી. હોસ્પિટલ દ્વારા બિરદાવી તેમને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું
કોરોના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓ માટે પ્લાઝમા થેરાપી મહદઅંશે સફળ બની છે અને જે લોકો કોરોના સંક્રમણનો ભોગ બની અને સાજા થયા છે અને જેનામાં એન્ટીબોડી ક્રિએટ થઈ છે તેવા લોકો પ્લાઝમા ડોનેટ કરી અનેક કોરોના પોઝિટિવ દર્દીઓના જીવનને બચાવવામાં સહભાગી બન્યા છે. આવા જ એક કોરોના પોઝિટિવ માંથી સાજા થયેલા ભાવનગરમાં ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા જીગ્નેશભાઈ મજેઠીયા કે જે આજથી 3 માસ પૂર્વે કોરોના સંક્રમણ બાદ સાજા થયા હતા અને ત્યારથી તેઓ નિયમિત સમયે પ્લાઝમા ડોનેટ ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે કરી અનેક કોરોનાના દર્દીઓને કોરોના માંથી મુક્તિ અપાવવાનું માધ્યમ બન્યા હતા.
ત્યારે આજે તેમને છઠ્ઠી વાર પ્લાઝમા ડોનેટ કરવા પહોચ્યા હતા અને ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વખત પ્લાઝમા ડોનેટ કરનાર વ્યક્તિ બન્યા હતા. જ્યારે તેમની આ અમૂલ્યદાન સેવાને સર.ટી.હોસ્પિટલના ડોકટરોએ બિરદાવી અને તેમને પ્રમાણપત્ર પણ એનાયત કર્યું હતું.
