એમેઝોન કંપનીના માલિક જેફ બેઝોસે ટેસ્લાના CEO ઈલોન મસ્કને પાછળ છોડી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિને તાજ પોતાના નામે કર્યો છે. મંગળવારે ટેસ્લા ઇન્સના શેરમાં ઘટાડો થયો, જેના કારણે મસ્ક પ્રથમ સ્થાનેથી બીજા સ્થાને આવી ગઈ હતું. જેફ બેઝોસની કુલ સંપત્તિની વાત કરીએ તો બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર તે લગભગ 14.10 લાખ કરોડ રૂપિયા છે.
જાણો સંપત્તિમાં કેટલો વધારો થયો
આ વર્ષે, 2021માં ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની સંપત્તિ વધીને 2050 કરોડ ડોલર થઈ ગઈ હતી. જોકે, જેફ બેઝોસની સંપત્તિમાં માત્ર 88.40 કરોડ ડોલરનો વધારો થયો છે. સાથે છેલ્લા 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં 458 કરોડ ડોલરનો ઘટાડો થયો અને આને કારણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનો તાજ તેના માથા પરથી છીનવાઈ ગયો. 26 જાન્યુઆરીથી ટેસ્લાના શેરમાં 10 ટકાનોથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટેસ્લાના શેર મંગળવારે 2.4 ટકા ઘટીને 796.22 ડોલર પર બંધ થયા છે. પરિણામે મસ્કની સંપત્તિમાં 4.58 અરબ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાર બાદ ઈલોન મસ્કની કુલ સંપત્તિ 19000 કરોડ ડોલર છે. જો કે, મસ્ક બેઝોસથી બહુ પાછળ નથી.
આપને જણાવી દઈએ કે જેફ બેઝોસ છેલ્લા ઘણા વર્ષોથી સતત વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ લીસ્ટમાં હતાં, પરંતુ જાન્યુઆરી 2021માં મસ્ક તેને હરાવી અને વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતાં. જેફ બેઝોસની સંપત્તિ ઈલોન મસ્ક કરતાં 95.5 કરોડ ડોલર વધારે છે. આ સાથે જ ભારતના મુકેશ અંબાણી પણ વિશ્વના ટોચના 10 ધનિક લોકોની લીસ્ટમાં પણ નથી.
