હવે અરુણાચલ પ્રદેશમાં રાજકીય હડકંપ, ભાજપમાં 6 ધારાસભ્યો જોડાયા

સીએમ નીતિશ કુમાર હાલમાં બિહારમાં ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવી રહ્યા છે. પરંતુ નીતિશને ઝટકો આપતા અરુણાચલ પ્રદેશના સાત જનતા દળ યુનાઇટેડ (JDU)ના છ ધારાસભ્યો ભાજપમાં જોડાયા. 60 સભ્યોની અરૂણાચલ વિધાનસભામાં હવે JDU પાસે એક જ ધારાસભ્ય છે.

અરુણાચલની પીપલ્સ પાર્ટીના એક ધારાસભ્યની સાથે ભાજપ પાસે હવે 48 સદસ્યો છે. પદ છોડનારા JDUના ધારાસભ્યોમાં હેંગ મંગ્ફી, જૈક ટાકો, ડોંગરૂ સેઓંગજુ, તાલિમ તબોહ, કાંગગોંગ તાકૂ અને દોરજી વાંગ્ડી ખર્મા છે. તેમાંથી ત્રણને ગત મહિને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ભાજપના રાજ્ય એકમના પ્રમુખ બયુરમ વાહાગેએ કહ્યું કે,આ વિકાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ સાબિત કરે છે. જનતા દળ યુનાઇટેડની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક આ અઠવાડિયાના અંતમાં યોજાવાની હોવાથી આને કેવી રીતે જોવામાં આવે તે અંગે નીતિશ કુમારની નજીકના લોકો ખૂબ નારાજ છે.

ગયા વર્ષે અરુણાચલ પ્રદેશમાં JDU માન્યતા પ્રાપ્ત રાજ્ય પાર્ટી બની હતી. તેણે ઉત્તર પૂર્વી રાજ્યની સાત બેઠકો જીતી અને 41 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી ભાજપ બાદ બીજા સ્થાને રહી હતા.

કોંગ્રેસ અને નેશનલ પીપલ્સ પાર્ટીના ચાર, JDUના એક અને ત્રણ અન્ય પાર્ટીના ધારાસભ્યો સાથે વિપક્ષની તાકાત હવે વધીને 12 થઈ ગઈ છે.

અરુણાચલ પ્રદેશ વિધાનસભાની કુલ 60 સીટ છે. ધારાસભ્યોની પાર્ટી બદલાયા બાદ હવે ભાજપ પાસે 48 ધારાસભ્યો છે. જ્યારે JDUના માત્ર એક ધારાસભ્ય બાકી છે. કોંગ્રેસ અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ના ચાર સભ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap