વિરલ વ્યક્તિત્વ અને સાદાઈના માલિક એવા લાલ બહાદુર શાસ્ત્રી, શું તમને ખબર છે બાળપણમાં તેમનું હુલામણું નામ શું હતું?

વિરલ વ્યક્તિત્વ અને સાદાઈના માલિક એવા લાલ બહાદુર શાસ્ત્રી જેવા વડાપ્રધાન ભારતને ફરી મળી શકે તેમ નથી. આજે 11મી જાન્યુઆરીએ જ્યારે તેમની મૃત્યુ તિથી છે અને દેશવ્યાપી કીસાન આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ખરા અર્થમાં કિસાનોના હમદર્દ અને સંકટ મોચન એવા અદના માનવી શાસ્ત્રીજીને આપણે ચોક્કસ યાદ કરવા પડે.

દેખાવે વામન સ્વરુપ જેવા શાસ્ત્રીજીને બાળપણમાં ઘરમાં સૌ ‘નન્હે’ નામથી જ બોલાવતા હતા. તેઓ 11 વર્ષની નાની ઉમરથી જ વિદેશી ગુલામીમાંથી આઝાદી માટે દેશના સંઘર્ષમાં વધારે રસ દાખવતા થયેલા અને 1820માં આઝાદીની પહેલી લડાઈમાં જોડાઈ ગયા હતા.આમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી છે.

આવા ખરેખર સાચા તથા દેશદાઝ વાળા દેશભક્ત અને વામન છતાં વિશ્વ માટે વિરાટ સમાન એવા ભારતના પનોતા પુત્ર શાસ્ત્રીજીની જન્મકુંડળીના રાજસત્તાના યોગોનુ અવલોકન કરીએ.

લ. સૂ.ચં. મં.બુ.ગુ.શુ. શ. રા. કે.
9 6 6 5 6 1 7 10 5 11

જન્મ રાશિ કન્યા હતી પણ હુલામણું નામ મેષ રાશિ પર હતું. ધન લગ્ન અગ્નિ તત્ત્વની રાશિનું છે. બુધ, શુક્ર અને શનિ સ્વગૃહી અને બળવાન છે. જન્મ લગ્ને ગુરુની સ્વગૃહી 9મી દ્રષ્ટિ છે. લગ્નેશ ગુરુ અને સ્વગૃહી શુક્રનો સમ સપ્તક યોગ છે. સાહસ અને હિમ્મતનો કારક મંગળ ભાગ્યસ્થાને સૂર્યના ઘરમાં રાહુ સાથે છે. અને પરાક્રમ સ્થાન ત્રીજે દ્રષ્ટિ કરે છે. આમ ભાગ્યેશ-કર્મેશની યુતિ કર્મસ્થાને રાજસત્તા માટે નો રાજયોગ બનાવે છે. અનેક ખાતાંઓ જેવાં કે રેલવેખાતું, ગૃહખાતું વગેરે સંભાલ્યા બાદ 1964 માં ભારતના વડા પ્રાધાન બન્યા હતા. અને અષ્ટમેશ ચંદ્ર પણ કર્મસ્થાને બુધ-સૂર્ય સાથે બિરાજમાન હોવાથી ટૂંકા સમયમાં લોકચાહના પામ્યા પણ પાકિસ્તાન સાથેનો વિજય અને તેનો આનંદ તેઓ માણી શક્યા નહીં અને તાશ્કંદ કરાર સમયે ભેદી રીતે મૃત્યુ થયું અને વીર ગતિને પામ્યા.

દેશમાં કૃષિ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે ‘જય જવાન જય કીસાન’ નો નારો આપનાર અને વિનમ્ર, દ્રઢ નિષ્ઠા, સહિષ્ણુ અને આંતરીક શક્તિવાળા ‘ડાઉન ટુ અર્થ’ એવા રાજકિય નેતા અને ખુબ જ ટૂંકા સમય માટે વડાપ્રધાન પદ ભોગવ્યા છતાં પ્રસિદ્ધિ અને લોકચાહના મેળવનાર એવા સ્વ.લાલ બહાદુર શાસ્ત્રીજી ને સલામ.

(એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા ના કાયમી સદસ્ય દામીનીબેન લાખીયા- ગાંધીનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap