10 જાન્યુઆરી રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઈન, જો લેટ ફી ભરવાથી બચવું હોય તો ફોલો કરો આ સરળ સ્ટેપ

એસેસમેન્ટ યર 2020-21 માટે ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની આજે અંતિમ તારીખ છે. ત્યાર બાદ રિટર્ન ફાઇલ કરવા પર તમારે લેટ ફી તરીકે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી ITR ફાઇલ કરી નથી, તો આજે પહેલા આ કામ કરી લો. જણાવી દઈએ કે, કોરોના વાયરસ મહામારીને કારણે, ITR ફાઇલ કરવાની સમય મર્યાદા 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દેવામાં આવી હતી. દરમિયાન શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધી 5 કરોડથી વધુ ITR ફાઇલ થઈ ચુક્યા છે. તમે તમારું ઈનકમ ટેક્સ રિટર્ન ઓનલાઇન પણ ફાઇલ કરી શકો છો. આ માટે સરળ ગાઈડલાઈન છે.

જો ટેક્સ પેયર્સ રિટર્ન 10 જાન્યુઆરી બાદ ફાઇલ કરે છે, તો 10,000 રૂપિયા દંડ લેટ ફી તરીકે ચૂકવવો પડશે. આ સિવાય આવા ટેક્સપેયર્સ, જેમની આવક 5 લાખથી વધુ નથી, તેમને લેટ ફી તરીકે ફક્ત 1000 રૂપિયા ચૂકવવા પડશે.

ઓનલાઇન ITR ફાઈલ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ

• આ માટે પહેલા તમારે ઈનકમ ટેક્સના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જવું પડશે. ત્યાર બાદ યુઝર આઈડી (પાન નંબર), પાસવર્ડ અને કેપ્ચા કોડ ભરો અને લોગ ઇન કરો.
•’e-File’ મેન્યુ પર ક્લિક કરો અને ત્યાર બાદ ‘Income Tax Return’ની લિંક પર ક્લિક કરો.
•હવે એસેસમેન્ટ યર, આઇટીઆર ફોર્મ નંબર, ફાઇલિંગ ટાઈપમાં ‘ઓરિજનલ /રિવાઈન્ડ રીટર્ન’ પસંદ કરો.ત્યાર બાદ સબમિશન મોડમાં ‘પ્રીપેયર એન્ડ સબમિટ ઓનલાઇન’ને ક્લિક કરો.
•ITR ફોર્મને ભરો. (જો તમે વધારે સમય પસાર કરવા માંગતા નથી, તો તમે પ્રી-ફિલ્ડ XML પણ ડાઉનલોડ કરી શકો છો જેમાં ઘણી માહિતી પહેલાથી જ ભરેલી હશે.)
•ITR ફોર્મમાં ભરેલી બધી માહિતીને વેલિડેટ કરો અને ટેક્સની ગણતરી કરો.
•ફોર્મ ભર્યા બાદ ‘ટેક્સ પેડ એન્ડ વેરિફિકેશન ટેબ’માં યોગ્ય વેરિફિકેશન વિકલ્પને પસંદ કરો.
•ત્યાર બાદ ‘પ્રીવ્યૂ એન્ડ સબમિટ’ બટન પર ક્લિક કરો.
•જો તમે ‘ઇ-વેરિફિકેશન’ પસંદ કર્યું છે, તો તમે ઇવીસી અથવા ઓટીપી બંનેમાંથી ઇ-વેરિફિકેશન પૂર્ણ કરી શકો છો.
•જો તમારો પાન આધાર સાથે લીંક થયેલ છે અને મોબાઇલ નંબર લીંક છે, તો ઓટીપીથી ઇ-વેરિફિકેશન પૂર્ણ કરો.
•વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમે આઈટીઆર સબમિટ કરી શકો છો.

આ ડોક્યુમેન્ટ તૈયાર રાખો

ફોર્મ 16, રેન્ટલ એગ્રીમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ રસીદ, હોમ લોન માટેના ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ, બેંક સ્ટેટમેન્ટ, બેંક લોનના ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ, બેંક સ્ટેટમેન્ટ, ઈન્ટ્રેસ્ટ સર્ટિફિકેટ, કેપિટલ ગેન સ્ટેટમેન્ટ, ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ(જેમ કે, મેડિક્લેમ, વીમા પ્રીમિયમ,ડોનેશન) જેવા ડોક્યુમેન્ટ તૈયાર રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap