જેક્લીન ફર્નાન્ડિઝે તાજેતરમાં જ ટોપલેસ ફોટો શેર કર્યો છે. જેક્લીન પોતાનો ફોટો શેર કરતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેક્લીનના આ મોનોક્રોમ ફોટો ઉપર ચાહકો ઘાયલ થયા છે. તેની સુંદરતા અને હોટનેસનાં વખાણ કરી રહ્યા છે.
જેક્લીને ફોટો શેર કરતાં લખ્યું, ‘ખૂબર દૂર’. ઉર્વશી રૌતેલાએ પણ આ ફોટા પર ટિપ્પણી કરી છે. ઉર્વશીએ લખ્યું, અદભૂત.
જેક્લીન હાલમાં ધર્મશાળામાં ભૂત-પોલીસ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
જ્યારે આ ફિલ્મમાં તેના પાત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે જેક્લીને કહ્યું કે, “મારું પાત્ર સુપર સેક્સી અને ગ્લેમરસ છે.” હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે, ત્યારે જેક્લીન તેના પાત્ર વિશે વધારે કંઈ કહી શકતી નથી. જોકે, જેક્લીને કહ્યું હતું કે તેનું પાત્ર અત્યાર સુધીના પાત્રોથી ખૂબ જ અલગ અને હટકે છે.
જેકલીન લગભગ એક મહિના હિલ સ્ટેશનોમાં રહેશે, ત્યારબાદ તે મુંબઈ પરત ફરશે અને રણવીર સિંહ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસનું શૂટિંગ કરશે.
તાજેતરમાં જ ફિલ્મ સર્કસ વિશે, જેક્લીને કહ્યું હતું કે ‘તમને હસવું અને સારું લાગે તેવું ફિલ્મો બનાવવી સરળ નથી. મેં રોહિત શેટ્ટીની ફિલ્મો હંમેશા જોવાની મજા લીધી છે અને તેમા લાગતી મહેનતથી સંપૂર્ણ વાકેફ છું. હું તેની સાથે કામ કરવા માટે રોમાંચિત છું અને હું આતુરતાથી તેના સેટ પર જવા માટે રાહ જોઈ રહી છું. ‘
