ભાવનગરના સીદસર ગામને મનપામાં ભળ્યાને 7 વર્ષ થયા, પરંતુ વિકાસ…?

પાર્થ મજેઠીયા,ભાવનગર: એક તરફ ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે અને વિકાસ થાય છે તેવા દાવાઓ પણ કરવામાં આવે છે. પરંતુ ભાવનગર મનપામાં ભેળેલાં સિદસર ગામની હાલત છેલ્લા 7 વર્ષથી કફોડી બની છે. સીદસર ગામ મનપા ભળ્યુ તેને સાત વર્ષ થયાં છે. મનપામાં ભેળવા પહેલા સત્તાધીશોએ ગામમાં વિકાસ કરવાના મોટા મોટા વાયદા આપ્યા હતા. પરંતુ સાત સાત વર્ષ વીતવા છતાં ગામની સ્થતિ જેમની તેમ જોવા મળી રહી છે.

ભાવનગરના સીદસર ગામને મનપામાં ભળ્યાને 7 વર્ષ થયા, પરંતુ વિકાસ...?

ગામ લાઈટ પાણી કે રોડ રસ્તાઓની નથી સુવિધા જેને કારણે સીદસર ગામના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સાથોસાથ મનપા ટેક્સ પણ વસુલ કરી રહી છે. પરંતુ સુવિધાના નામે મીંડું હોય તેવું સીદસર ગામના લોકોનું કહેવું છે.

ભાવનગરના સીદસર ગામને મનપામાં ભળ્યાને 7 વર્ષ થયા છે. પરંતુ વિકાસનાં બણગા ફૂક્તી ભાવનગર મનપા આજે પણ સીદસર ગામનો વિકાસ નથી કરી શકી છેલ્લા 7 વર્ષથી સીદસર ગામના લોકો વિકાસની કાગાડોળે રાહ જોઈં રહીયા છે. 2013માં સીદસર ગામનો મનપામાં સમવેશ તો કરવામાં આવ્યો. પરંતુ પ્રથમિક સુવિધા આજે પણ નથી મળી ગામની શેરી ગલ્લીઓ ના રોડ રસ્તાઓ ધૂળીયા છે. તો ગામ સ્ટ્રીટલાઈટ ડ્રેનેજ લાઈન કે ગટર કનેક્શન આજદિન સુધી મળ્યું નથી. તો સાથે પીવાના પાણી માટેની પણ કોઈ વ્યવસ્થા નથી મનપા હસ્તકની સરકારી શાળાઓની હાલત પણ કઈક આવી જ છે. સ્થાનિકોનું કહેવું છે કે, મનપા ભળ્યા બાદ ગામની વધુ દુર્દશા થઇ ગઈ છે.

ભાવનગરના સીદસર ગામને મનપામાં ભળ્યાને 7 વર્ષ થયા, પરંતુ વિકાસ...?

સીદસર ગામ કોર્પોરેશનમાં ભળ્યું એને સાત વર્ષ જેવો સમય થવા આવ્યો અને છેલ્લા ત્રણ વર્ષથી રોડનું કામ શરૂ છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી જ્યારે ચોમાસુ આવે ત્યારે પાંચ દિવસ માટે કામ શરૂ કરવામાં આવે છે અને જે કામ શરૂ કરી અને ખાડાઓ પાડી દેવામાં દેવામાં આવે છે. તેના કારણે વાહનોના અકસ્માત થાય છે અને લોકોને ખૂબ મુશ્કેલીઓ પડે છે. વિકાસના બણગા ફૂંકતી ભાજપ સરકાર કોર્પોરેશનમાં ગામને ભેળવીને જે રોડ રસ્તા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપી જોઈએ તે પણ હજી સુધી આપી શકી નથી. માત્ર ત્રણ કિલોમીટરના રોડમાં ત્રણ વર્ષ જતા હોય તો વિચારો ૧૦ કિલોમીટરના રોડ બનાવવામાં કેટલા વર્ષ જશે હાલમાં રસ્તા ઉપર એટલો બધો કાદવ કીચડથી રસ્તો ખરાબ થઇ ગયો છે.

વાહનચાલકોને ચાલવામાં ખૂબ પરેશાની થઈ રહી છે એક બાજુ મેટલ નાખેલી છે અને એક બાજુ ગટરનું કામ ચાલુ છે. વચ્ચે માત્ર દસ ફૂટથી પણ ઓછો રસ્તો છે અને ગામમાં અનેક શૈક્ષણિક સ્કૂલો તેમજ હોમિયોપેથિક હોસ્પિટલ તેમજ કોલેજ આવેલી છે. હાલ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને પણ ખૂબ અગવડતા પડશે એટલે તાત્કાલિક ધોરણે રોડને ચાલી શકાય તેવો ડામરથી રીપેરીંગ કરે અન્યથા તમામ શૈક્ષણિક સ્કૂલો અને ગામલોકો તેમજ વિદ્યાર્થીઓ સાથે રહીને રોડ માટે સોસિયલ ડિસ્ટંસ રાખીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે.

ભાવનગરના સીદસર ગામને મનપામાં ભળ્યાને 7 વર્ષ થયા, પરંતુ વિકાસ...?

ભાવનગર મનપા ભળેલા સીદસર ગામને આજદિન સુધી પ્રથમિક સુવિધા નથી મળી સીદસર ગામ ના રહીશો છેલ્લા ૭ વર્ષ થી પ્રથમિક સુવિધા નથી મળી સીદસર ગામ મનપા જાણે વિકાસ કરવાનું ભૂલી ગઈ હોય તેમ સીદસર ગામ ના લોકો હેરાન પરેશાન થઇ રહીયા છે. તેવામાં મનપાના મેયર દાવાઓ કરી રહીયા છે કે, મનપામાં ભળેલા ૫ ગામોનો વિકાસ થઇ રહ્યો છે અને વિકાસના કામો ચાલુ છે. પરંતુ ગામની હાલત જોઈએ તો નથી એક પ્રકારની પ્રથમિક સુવિધા ગામના રોડ રસ્તાઓ હોય કે પછી હોય લાઈટ પાણીની વ્યવસ્થા આજદિન સુધી સુવિધા નથી મળી સાત સાત વર્ષો વીતવા છતાં પણ વિકાસના કામો ચાલી રહીયા છે.

લોકો રાજાશાહી કરતાં લોકશાહીને ઉત્તમ ગણી રહ્યાં છે. પરંતુ જ્યારે આ લોકશાહીમાં પણ ભાવનગરનાં વિકાસની વાત આવે છે. ત્યારે લોકો રાજાશાહીને ઉત્તમ ગણી રહ્યાં છે. કેમ કે, હાલ ભાવનગરનો વિકાસ જાણે અટકી ગયો હોય તેમ લોકો અનુભવી રહ્યાં છે, પરંતુ આજદિન સુધી સીદસર ગામના લોકોએ વિકાસનું કામ પૂર્ણ થયું હોય તેવું જોયું નથી જેને કારણે સ્થાનિકોનું કહેવું છે કે,સ્થાનકસ્વરાજની ચૂંટણીમાં સીદસર ગામના લોકો પોતાનો મિજાજ બતાવે તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap