ઇઝરાયલ એમ્બેસી બ્લાસ્ટ: ઘટના સ્થળેથી મળ્યો એક પત્ર, 2 શંકાસ્પદ લોકોની શોધખોળ ચાલુ

શુક્રવારે નવી દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસની બહાર એક બ્લાસ્ટ થયો હતો. જોકે આ બ્લાટમાં કોઈને ઇજા પહોંચી ન હતી,પરંતુ કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

આ ઘટના લઈને હાલમાં ઇઝરાયલી દૂતાવાસીના CCTV ફૂટેજમાં ખુલાસો થયો છે કે,વિસ્ફોટના સ્થળની નજીક એક કેબ બે લોકોને મૂકી ગઈ હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસ સૂત્રોના હવાલેથી આ વાતનો ખુલાસો કર્યો છે.

રિપોર્ટ અનુસાર, દિલ્હી પોલીસે કેબ ડ્રાઈવર સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. ડ્રાઇવરના જણાવ્યા મુજબ પોલીસ બંને લોકોનો સ્કેચ પણ તૈયાર કરી રહી છે.

પોલીસને બ્લાસ્ટ સ્થળ પરથી એક પત્ર અને અડધો બળી ગયેલો સ્કાર્ફ પણ મળી આવ્યો છે. પત્રમાં ઇઝરાયલ રાજદૂતને સંબોધિત કરવામાં આવ્યા છે. પત્ર પર ફિંગર પ્રિન્ટની શોધ પોલીસ કરી રહી છે.

આ બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો તેના બદલે RDXનો ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો એક મોટી ઘટના બની શકે. દરમિયાન સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સે કહ્યું છે કે આ ધડાકાને ધ્યાનમાં રાખીને તમામ એરપોર્ટ, મહત્વપૂર્ણ સ્થળો અને સરકારી ઇમારતોમાં ચેતવણીઓ જારી કરવામાં આવી છે, તેમજ સુરક્ષા પગલાં પણ વધારવામાં આવ્યા છે.

વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, “ઇઝરાયલ દૂતાવાસની બહાર થયેલા બ્લાસ્ટ અંગે ઇઝરાયલના વિદેશમંત્રી સાથે વાત કરી.”અમે તેને ખૂબ ગંભીરતાથી લીધું છે. તેઓને દૂતાવાસ અને ઇઝરાયલી રાજદ્વારીઓની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ગુનેગારોને શોધવા કોઇ પ્રયાસ બાકી રહેશે નહીં.”

બાલ્ટ વિજય ચોકથી 1.4 કિલોમીટરના અંતરે થયો હતો, જ્યાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારના બાકીના વરિષ્ઠ સભ્યો બીટિંગ રીટ્રીટ સમારોહ માટે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં દિલ્હીના વીઆઇપી ઝોનમાં આ પ્રકારની ઘટનાને કારણે સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap