નકલી પોલીસનો થયો પર્દાફાશ,ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મચાવી હતી લૂંડ

પ્રતિશ શીલુ,,પોરબંદર: ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તથા અન્ય રાજયોમા નકલી પોલીસ બની લોકો સાથે છેતરપીંડી કરી પૈસા તથા દાગીના પડાવી લઇ તરખાટ મચાવનાર ઇરાની ગેંગના ચાર રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં પોરબંદર એલ.સી.બીને સફળતા મળી છે. ત્યારે ચાલો જોઈએ કોણ છે. ઇરાની ગેંગ અને કેવિ રીતે આ ગેંગના આરોપીઓ ગુનાઓને આપતા અંજામ હતા.

પોરબંદર શહેરના ખાખચોક વિસ્તારમાં ગત તારીખ 11 નવેમ્બર 2020ના રોજ 74 વર્ષિય ચંદ્રકળાબેન મામોતરા નામના વૃદ્ધાને નકલી પોલીસની ઓળખ આપી વૃદ્ધાએ પહેરલ દોઢ તોલાનો ચેઇન તેમજ પાંચ તોલાની ચાર બંગડીઓ મળી 1લાખ 95 હજારની કિંમતના સાડા છ તોલા સોનાની છેતરપિંડીનો બનાવ બનતા આ અંગે આ આરોપીઓ વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કરાયો હતો.

નકલી પોલીસનો થયો પર્દાફાશ,ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં મચાવી હતી લૂંડ

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામા બનેલ આ પ્રકારના મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓને શોધવા કરેલ સુચન અનવ્યે પોરબંદર એલ.સી.બીના પીઆઈ દવે તેમજ પી.એસ.આઈ ગઢવી દ્વારા બે અલગ- અલગ ટીમો બનાવી આ ગુના અંગે તપાસ કરતા જાણવા મળેલ કે,પોરબંદરના ખાખચોક વિસ્તારમાં જે મોડસ ઓપરેન્ડીથી છેતરપીંડીનો ગુનો બન્યો તેજ એમ.ઓથી આજ દિવસે ડભોઇ,રાજકોટ સીટી,ગોંડલ સીટીમા પણ બનાવ બન્યો હતો. જેથી દરેક બનાવના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તેમજ પોરબંદર નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તથા ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી સઘન અને જીણવટભરી રીતે તપાસ કરતા.

આ પ્રકારની એમ.ઓ.ઇરાની ગેંગની હોવાનુ માલુમ પડતા તે દિશામા તપાસનો ધમધમાટ શરુ કરાયો હતો. આ દરમિયાન એલ.સી.બીને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,ગઇ તા.05/11/2020ના રોજ જે ગેંગ અગાઉ પોરબંદર વિસ્તારમાં આવેલ હતી અને ગુન્હાને અંજામ આપેલ તે જ ગેંગ ફરી પાછી જામનગરથી પોરબંદર તરફ આવી રહી છે. આ સચોટ હકિકત મળતાં એલસીબી સ્ટાફ સાથે રાણાવાવથી આગળ બિલેશ્વર ટેલીફોન એક્ષેચેન્જ પાસે વોચમાં હતાં.

દરમ્યાન જામનગર તરફથી એક MH પાસીંગની જાયલો કાર આવતાં તે કારને રોકાવાની કોશિષ કરતાં રોકેલ નહીં અને સદર કારનો પીછો કરી ઝારેરાનેશના પાટીયા પાસે આ કારને રોકી ચેક કરતા કારમાંથી ચાર શંકાસ્પદ ઇસમો તથા મુદ્દામાલ મળી આવતા તમામને એલ.સી.બી. ઓફીસે લાવી સઘન પૂછપરછ કરતા આરોપીઓએ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે બનેલ ગુન્હાની કબુલાત આપેલ અને આ સિવાય પણ રાજયમા અનેક જગ્યાએ આવા પ્રકારના ગુન્હા કર્યાની કબુલાત આપેલ છે તેમજ અન્ય રાજયમા પણ આવા પ્રકારના ગુન્હા કરેલ હોવાની કબૂલાત આપી હતી.

પોરબંદર એલ.સી.બી દ્વારા ઇરાની ગેંગના જે 04 આરોપીઓને પકડવામાં આવ્યા છે તેની વાત કરીએ તો
1.સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમજદખાન ઉર્ફે ભુરૂ સ/ઓ એહમદખાન મનસુરખાન ઇરાની જાતે પઠાણ ઇરાની મુસ્લીમ ઉ.વ.43 ધંધો- ચશ્મા વેચવાનો રહે.સેંડવા દેવજીરી કોલોની 69, જી બડવાની રાજ્ય-મધ્યપ્રદેશ

2.ઇસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી ઇરાની જાતે સિયા મુસ્લીમ ઉ.વ.30 ધંધો- વેપાર રહે. ભુસાવલ ઇદગાહ રોડ, મુસ્લીમ કોલોની નક્સાબંધી મદ્રેશા પાસે, તા.બજારપેટ, થાના-બજારપેટ, જી.જલગાંવ, રાજ્ય-મહારાષ્ટ્ર

3.મોહમદ બાકર ઉર્ફે બીની મીટુઇ યાસીનઅલી ઉર્ફે કાજી જાફરી, ઇરાની, જાતે-શિંયા મુસ્લીમ, ઉ.વ-20, ધંધો- વેપાર, રહે. ભોપાલ, કરોત, હાઉસીંગ બોર્ડ, શિંયા મસ્જીદ પાસે, થાના-નિશાતપુરા, રાજ્ય-મધ્યપ્રદેશ

4.રજાઅલી કુરબાનઅલી ઇરાની, જાતે- શિયા મુસ્લીમ, ઉ.વ-22, રહે, સેંઘવા, દેવજીરી કોલોની, ઇમામ બારગાની પાસે, પહેલી ગલીમાં, જી. બડવાની, રાજય- મધ્યપ્રદેશ

આ ચારેય આરોપીઓ પાસેથી પોરબંદર એલ.સી.બીએ સોનાની બંગડીઓ નંગ-4 વજન આશરે 45 ગ્રા.900 મી.ગ્રા. કિ.રૂ. 2,04,255/- તેમજ એક મહિંદ્રા કંપનીની જાયલો કાર જેના રજી.નં. MH-19-BU – 1297 જેની કિ.રૂ. 3,00,000/-અને રોકડ રૂ.22000/- તથા મોબાઇલ ફોન નંગ -2 જેની કિ.રૂ.2500/- સાથે જ આરોપીઓ પાસેથી પીળી ધાતુના નકલી દાગીના અને હાથની વીંટીમા પહેરવાના 30 જેટલા પથ્થરના નંગ મળી આવ્યા હતાં અને દિલ્હી ક્રાઇમ ભારત સંચાર વિરોઘી મોરચા પ્રેસ લખેલ 02 કાર્ડ તથા 01 પોલીસ મિત્ર કાર્ડ સહિત કુલ 5,29,755/-ના મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

પોલીસ દ્વારા ઝડપી પડાયેલ ઇરાની ગેંગ દ્વારા રાજ્યમાં 9 ગુનાઓને અંજામ આપ્યો હતો જે ગુનાઓની વિગત:-

1.બોડેલી પો.સ્ટે.
એ.-૧૧૮૪૦૦૧૨૦૧૧૩૨ ઇ.પી.કો.ક.૪૧૯, ૧૧૪ મુજબ
તા.૨૧/૧૦/૨૦

2.હિંમતનગર ટાઉન પો.સ્ટે.
ગુન્હો રજીસ્ટર થયેલ નથી.
તા.૨૨/૧૦/૨૦

3.માણસા પો.સ્ટે.
એ-૧૧૨૧૬૦૦૯૨૦૦૭૯ ઇ.પી.કો.ક. ૪૦૬, ૪૨૦,૧૧૪ મુજબ
તા.૨૨/૧૦/૨૦

4.ભુજ બીડીવિઝન પો.સ્ટે.
એ-૧૧૨૦૫૦૪૩૨૦૩૦૯૬ ઇ.પી.કો.ક..ક.૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ
તા.૨૪/૧૦/૨૦

5.ભચાઉ પો.સ્ટે.
એ-૧૧૯૯૩૦૦૪૨૦૦૯૨૪ ઇ.પી.કો.ક.૪૦૯,૪૨૦,૪૦૬, ૧૧૪ મુજબ
તા.૨૪/૧૦/૨૦

6.ડભોઇ ટાઉન પો.સ્ટે.
એ-૧૧૧૯૭૦૧૪૨૦૨૩૯૯ ઇ.પી.કો.ક. ૪૧૯, ૪૨૦, ૧૧૪ મુજબ
તા.૦૪/૧૧/૨૦

 1. ગાંધીગ્રામ પો.સ્ટે.
  ગુન્હો રજીસ્ટર થયેલ નથી.
  તા.૦૫/૧૧/૨૦
 2. ગોંડલ ટાઉન પો.સ્ટે.
  એ-૧૧૨૧૩૦૧૫૨૦૧૫૩૨ ઇ.પી.કો.કલમ ૪૨૦,૧૧૪ મુજ્બ
  તા.૦૫/૧૧/૨૦
 3. કમલાબાગ પો.સ્ટે.
  એ-૧૧૨૧૮૦૦૯૨૦૧૫૬૪ ઇ.પી.કો.ક ૪૨૦, ૪૦૬,૧૧૪ મુજબ
  તા.૦૫/૧૧/૨૦ આ આરોપીઓ ગુજરાત બહાર પણ અનેક ગુનાઓની કબુલાત આપી હતી જે નીચે મુજબ છે

1.મલકાપુર ખામગાવ જિલ્લો મહારાષ્ટ્ર (ગુનો કરેલની કબુલાત)

2.જામનેર જલગાવ જિલ્લો મહારાષ્ટ્ર (ગુનો કરેલની કબુલાત)

3.નાદોરા શેહગાવ જિલ્લો મહારાષ્ટ્ર (ગુનો કરેલની કબુલાત)

4.આ સિવાય પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરીયાણા તથા ગુજરાતમા અલગ અલગ જગ્યાઓએ ગુન્હા કરેલ હોવાની કબુલાત આપે છે.
નીચે મુજબના ગુન્હાઓમા પકડવાના બાકી છે.

(૧) સુલ્તાનખાન ઉર્ફે ગબ્બરઅલી ઉર્ફે અમજદખાન ઉર્ફે ભુરૂ સ/ઓ એહમદખાન મનસુરખાન ઇરાની(૨) ઇસાઅલી નબીઅલી ઉર્ફે નોસીર કાદરી ઇરાની

1.નંદુરબાર મહારાષ્ટ્ર : શહાદા પો.સ્ટે. ૧૦૨/૨૦૨૦ ઇ.પી.કો. ૪૨૦, ૧૭૦, ૧૧૪
2.નંદુરબાર શહેર પો.સ્ટે. ગુ.ર.નં.૯૯/૨૦૦૦ ઇ.પી.કો.ક.૩૯૪
3.શાહદા શહેર (લોણખેડા) નંદુરબાદ જિલ્લો ગુ.ર.નં. ૧૨૦/૨૦૨૦ ઇ.પી.કો.ક ૩૭૯, ૩૪

આરોપીઓ વિરૂધ્ધમા ઇસ્યુ થયેલ કોર્ટ વોરંટ .

1.રાજસમદ જિલ્લો નાથદ્રારા અને કાનકરોલી (રાજસ્થાન)
2.કોતવાલી પોલીસ સ્ટેશન જોઘપુર રાજસ્થાન
3.જાલરાપાટણ પોલીસ સ્ટેશન , ઝાહલાવાર જિલ્લો (રાજસ્થાન) ગુ.રનં. ૬૦૮/૨૦૧૫ ઇ.પી.કો.ક.૪૨૦, ૧૨૦બી
4.કાકરોલી જિલ્લો રાજસમદ (રાજસ્થાન)
5.પાલી જિલ્લો (રાજસ્થાન)

 1. કોતવાલી પો.સ્ટે. મુરાદાબાદ (ઉતરપ્રદેશ) ગુ.ર.નં. ૨૬/૨૦૧૯ ઇ.પી.કો.ક. ૩૯૩ વિ.

તા.૧૩/૦૩/૨૦૧૮ ના રોજ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ આરોપીઓની તપાસ અર્થે મઘ્યપ્રદેશ ના બડવાણી જીલ્લા ખાતે તપાસ એર્થે ગયેલ ત્યારે સુલતાન ઉર્ફે અમજદ પરવેજ વિગેરે ૧૫ થી ૨૦ માણસોએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ ઉપર હુમલો કરેલ જે અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સેંઘવા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૩૪/૨૦૧૮ ઇ.પી.કો.ક. ૩૩૨, ૩૫૩, ૩૪ વિગેરે મુજબ ગુન્હો દાખલ કરાવેલ હતો

આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓ.ની વાત કરીએ તો આરોપીઓ પોતે પોલીસની કે અન્ય ઓળખ આપી મદદ કરવાના બહાને કોઇ મહિલાને જણાવે કે,આગળ ચેકીંગ ચાલુ છે,તમારા પહેરેલ દાગીના આ પડીકામા મુકી તમારા પર્સ/રૂમાલમાં રાખી દો તેમ કહી ભોગબનનારની નજર ચુકવી ડુપલીકેટ પડીકુ આપી અને અસલ પડીકુ પોતે લઇ ત્યાથી નાસી જવાની એમ.ઓ.દ્વારા ગુનાને અંજામ આપ્યો હતો.

ગુજરાત રાજ્ય સહિત દેશના અનેક રાજ્યમાં છેતરપીંડીના ગુનાઓ કરી હાહાકાર મચાવનાર આ આરોપીઓને ઝડપી પાડતા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એલ.સી.બી ટીમની કામગીરીને બિરાદાવી હતી અને અભિનંદન આપ્યા હતા સાથે જ જિલ્લા પોલીસ વડાએ જાહેર જનતાજોગ અપીલ કરી હતી કે, કોઇ વ્યક્તિ પોલીસની ઓળખ આપી કે,પોલીસનું ખોટું આઇ.કાર્ડ બતાવી મદદ કરવાના બહાને છેતરવાની કોશિષ કરે તો,છેતરાવવું નહિ અને આવા લોકોથી સાવધાન રહેવું તેમજ આવા કોઇ લોકોની જાણ થાય તો, તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન કે, 100 નંબર પર જાણ કરવા અપીલ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap