ઇરાને ઇઝરાઇલ પર આરોપ લગાવ્યો છે કે તેના એક વૈજ્ઞાનિકની હત્યામાં તે સામેલ છે. શુક્રવારે ઇરાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે, તેના રિસર્ચ એન્ડ ઈનોવેશન સેન્ટરના પ્રમુખ અને ન્યૂક્લિયર ફિજિસિસ્ટ મોહસેન ફખરીઝાદેહની હત્યા કરવામાં આવી છે. આ સેન્ટર ઈરાનના એલીટ રિવોલ્યુશનરી ગાર્ડ્સ હેઠળ કામ કરતા હતાં.
ઇરાનના વિદેશમંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફે એક ટ્વિટર પોસ્ટ પર ઇઝરાઇલ પર ફખરીઝાદેહની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આ ઘટનાને ‘સ્ટેટ ટેરર’ ગણાવી હતી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ઘટનાની નિંદા કરવાની માંગ કરી હતી.
જણાવી દઈએ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાઇલી પત્રકાર યોસી મેલમેનના એક ટ્વીટને રીટ્વીટ કર્યું છે. તેમાં લખ્યું છે કે, “ઈરાની રિપોર્ટ અનુસાર, ફખરીઝાદેહ મહાબાદિની હત્યા કરવામાં આવી છે. તે ઈરાનના સીક્રેટ મિલિટ્રી પ્રોગ્રામના પ્રમુખ હતા અને ઘણા વર્ષોથી મોસાદ તેમની શોધમાં હતું.”
ઈરાને અમેરિકા અને ઇઝરાઇલને ચેતવણી આપી છે
યૂનાઈટેડ નેશન્સમાં ઈરાનના રાજદૂત માઝિદ તખ્ત રાવાંચીએ આ ઘટના અંગે યુએન સેક્રેટરી જનરલ અને સિક્યોરિટી કાઉન્સિલને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે અમેરિકા અને ઇઝરાઇલને ચેતવણી આપી કે કોઈ પણ સાહસિક પગલા ન ભરો અને ભારપૂર્વક કહ્યું કે, તેહરાનને તેના હિતોના રક્ષણ માટે સંપૂર્ણ અધિકાર છે.
UNને સંયમ રાખવાની અપીલ કરી
UNને તમામ પક્ષોને સમગ્ર ઘટના પર સંયમ રાખવાની અપીલ કરી છે. UN સેક્રેટરી-જનરલના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું, “અમે તેહરાન નજીક આજે એક ઈરાની વૈજ્ઞાનિકની હત્યા કરવામાં આવી છે તેવા અહેવાલોની તપાસ કરી છે. અમે આ કેસમાં સંયમ રાખવાની અપીલ કરીશું અને આવું કોઈ પગલું ન લેવાની સલાહ આપીશું.” પ્રદેશમાં પરિસ્થિતિ વધુ વણસવવા માટે.”
