ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ના ક્વોલિફાયર-2 માં હૈદરાબાદને 17 રનથી હરાવીને દિલ્હી કેપિટલ્સની ફાઈનલમાં પહોંચી ગયુ છે. ત્યારે 10 નવેમ્બરે દિલ્હી અને મુંબઇની ટીમ IPL-13ની ફાઇનલમાં ટકરાશે. પરંતુ શું તમે જાણો છો કે,આ વખતે IPL જીતનાર ટીમને કેટલું ઇનામ આપવામાં આવશે. વિજેતા ટીમ જ નહીં, પરંતુ પ્લેઓફમાં પહોંચનારી ટીમો પણ ઇનામ તરીકે પૈસા મેળવે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ,આ વર્ષે BCCIએ ગયા વર્ષની તુલનામાં IPL 2020ની ઇનામ રકમ થોડી ઓછી કરી છે. ગયા વર્ષે IPLની વિજેતા ટીમને જેટલી રકમ આપવામાં આવે છે, તે વર્ષનો અડધો ભાગ વિજેતા ટીમને આપવામાં આવશે. આની જાહેરાત BCCI દ્વારા માર્ચ 2020ની શરૂઆતમાં કરવામાં આવી હતી. ગયા વર્ષે IPL વિજેતા ટીમ મુંબઇ ઇન્ડિયન્સને 20 કરોડ રૂપિયાના પુરસ્કાર તરીકે મળ્યા હતા. પરંતુ આ વખતે વિજેતા ટીમને ઈનામ રૂપે 10 કરોડ રૂપિયા મળશે.
આ વખતે રનર-અપ ટીમને 12.50 કરોડ નહીં, પણ 6.25 કરોડ રૂપિયાની ઇનામ રકમ મળશે. ત્રીજા અને ચોથા નંબર પર રહેલી ટીમને ગત વર્ષની તુલનામાં આ વખતે અડધા પૈસા મળશે. BCCIએ પહેલેથી જ જાણ કરી દીધી હતી કે આ વખતે ક્વોલિફાયર- 2 હારનારી અને એલિમીનેટર મેચ હારી ગયેલી ટીમોને રૂ. 4.375 કરોડ મળશે.
