IPL 2021: રાજસ્થાનની હાર બાદ સંજુ સેમસનનું મોટું નિવેદન, જાણો શું?

આઈપીએલની 16 મી મેચમાં રાજસ્થાન રોયલ્સને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 10 વિકેટથી અપમાનજનક પરાજયનો સામનો કરવો પડ્યો છે. ટીમની હાર બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટીમને તેમની ભૂલો વિશે વિચારવું પડશે.

મેચ પછી સેમસનએ કહ્યું, “બેંગ્લોરની ટીમે ખૂબ જ સારું ફોર્મ બતાવ્યું, ઘરે જતા પહેલા આપણે પોતાની ભૂલો વિશે વિચારવાની જરૂર છે. આવનારી મેચોમાં સારૂ પ્રદર્શન કરીને અમને આગામી 3-4 મેચ જીતવાની જરૂર છે.

ટોસ હાર્યા બાદ રાજસ્થાનએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 177 રન બનાવ્યા, જે બેંગ્લોરે 16.3 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી હતી.

તેમણે કહ્યું, “અમારે પણ અમારી બેટિંગમાં જે ભૂલો થઈ છે તેના વિશે પણ વિચારવું પડશે. જોકે પ્રથમ બે ઝડપી વિકેટો પડી ગયા બાદ અમારા બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો, પરંતુ બેંગ્લોરની ટીમ આપણા કરતા આગળ હતી.”

આ સિઝનમાં ચાર મેચોમાં બેંગ્લોરની આ સતત ચોથી જીત છે અને હવે તે આઠ પોઇન્ટ સાથે ફરી ટેબલની ટોચ પર પહોંચી ગઈ છે. રાજસ્થાનને ચાર મેચમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે અને તે બે અંક સાથે સાતમા ક્રમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap