Flipkart પોતાના ભારતીય ગ્રાહકો માટે ફરી એક વાક સેલ લઈને આવ્યું છે. આ સેલ આજના દિવસ સુધી જ ચાલશે. આ સેલમાં ગ્રાહકોને ઓછી કિંમતમાં iPhone SE (2020)ની ખરીદી કરવામાં તક મળી રહી છે. સેલ દરમિયાન ગ્રાહકો 9,501 રૂપિયાના ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ ઉઠાવી શકે છે.
સાથે iPhone SE (2020) પર અન્ય ઓફર્સ પણ છે, જાના પર 10 હજારથી પણ વધુની છૂટ મળી રહી છે.
આ બેન્કને કાર્ડ સાથે ચૂકવણી કરવા પર મળશે વધુ લાભ
જણાવી દઈએ કે,iPhone SE (2020)ને Flipkart પરથી સેલ દરમિયાન ICICIબેન્કના ક્રેડિટ કારડથી ચૂકવણી કરવા પર ગ્રાહકોને 10 ટકા ઈન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યા છે. સાથે HSBCના ક્રેડિટ કાર્ડ પર 5 ટકા ડિસ્કાઉન્ટ અને એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ પર 5 ટકા કેશબેક ઓફર પણ મળી રહી છે.
એપ્પલના આ ફોનમાં A13 બાયોનિક ચિપ આપવીમાં આવી છે. આ ફોન iOS 13 પર ચાલે છે. ફોનમાં 3GB RAM સાથે 64GB, 128GB અને 256GB સ્ટોરેઝનું ઓપ્શન મળી છે. કંપનીએ ફોસ્ટ ચાર્જિંગના સપોર્ટ કરતી 1,821mAhની લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. iPhone SEમાં 4.7 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે.
કેવુ છે કેમેરા સેટઅપ ?
આ સ્માર્ટફોનમાં 12MPના પ્રાઈમરી સેન્સરની સાથે ક્વાડ LED ટ્રૂ ટોન ક્લેશ આપવામાં આવી છે. જણાવી દઈએ કે, iPhone SE (2020)ના રિયર કેમેરા 30fps પર 4k વીડિયો રિકોર્ડ કરવામાં સક્ષમ છે. સાથે ફોનમાં ફ્રન્ટ કેમેરો 30fps પર ફુલ HD વીડિયોર રેકોર્ડ કરી શકે છે.
કનેક્ટિવિટી માટે આપવામાં આવ્યા છે ઘણા ઓપ્શન
એપ્પલના આ ફોનમાં લાઈટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર,એક્સેલેરોમીટર,બેરોમીટર,કમ્પાસ અને ગાયરોસ્કોપ સેન્સર આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે આ iPhone SE (2020)માં 4G સપોર્ટની સાથે ડ્યૂલ સિમ સ્લોર્ટ,બ્લૂટૂથ 5.0 અને વાઈ-ફાઈ 802.11 આપવામાં આવ્યું છે.
સાથે એપ્પલના આ ફોનમાં USB ચાર્જિગ, 4G/3G/2G સપોર્ટ, લાઈટનિંગ ઓડિયો જેક અને A GPS ગ્લોનાસ આપવામાં આવ્યું છે.
કિંમત કેટલી છે ?
કંપનીએ આ ભારતમાં 42,500 રૂપિયાની કિંમતની સાથે લોન્ચ કર્યો હતો. હાલમાં ચાલી રહેલ સેલમાં બેન્ક ઓફરના ફોનના 64GB સ્ટોરેજ વાળા વેરિએન્ટને 32,999 રૂપિયામાં ખરીદી શકાય છે. સાતે 128GB સ્ટોરેજ વાળા વેરિએન્ટને 37,999 રૂપિયા અને 256GB સ્ટોરેજ વાળા વેરિએન્ટને 47,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
